બ્રિટનના PMએ કરી સગાઈ, માતા બનવાની છે 24 વર્ષ નાની ગર્લફ્રેન્ડ

લંડન, તા. 01 માર્ચ 2020 રવિવાર

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન અને તેમની ગર્લફ્રેન્ડ કેરી સિમંડસે શનિવારે સાંજે પોતાની સગાઈની જાહેરાત કરી છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યુ કે આ વર્ષે તેઓ માતા-પિતા બનવાના છે.

બોરિસ જૉનસન વડાપ્રધાન બનવા પહેલાથી જ કેરી સિમંડસની સાથે રિલેશનમાં છે. બાળકનો જન્મ થયા પહેલા જ જૉનસન અને કેરી લગ્ન કરી લેશે. 

બ્રિટીશ મીડિયા અનુસાર બ્રિટનના 250 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થશે જ્યારે વડાપ્રધાન પદ પર રહેતા કોઈ રાજનેતાના લગ્ન થશે. સાથે જ જૉનસન બ્રિટનના પહેલા એવા વડાપ્રધાન બની ગયા છે. જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન તલાક અને લગ્ન કર્યા હોય.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32Ew8iu
via Latest Gujarati News

Post a Comment

0 Comments