
નવી દિલ્હી, તા. 23 માર્ચ 2020, સોમવાર
એક તરફ વિશ્વ મહામારી કોરોના સામે ઝઝુમી રહ્યું છે. લોકો કોરોના દર્દીઓથી દુર ભાગી રહ્યાં છે. તેમના ઘરના સભ્યોનો સુદ્ધાં સંપર્ક નથી કરી રહ્યાં તેવામાં કોઈ ટીમ વિદેશમાં ફસાયેલા નાગરિકોને લાવવા માટે જાય તો તે ખુબ મોટી વાત છે.
એર ઈન્ડિયાની ટીમના પાયલટોએ કંઈક તેવું કામ કર્યં જેના કારણે વડાપ્રધાન મોદીએ પણ તેમના વખાણ કર્યાં. આ ટીમમાં સામેલ કેપ્ટન સ્વાતિ રાવલના વખાણ કરવામાં આવી રહ્યાં છે. સ્વાતિ રાવલ મુળ ગુજરાતી છે. સ્વાતી મુળ ભાવનગરમાં જન્મેલી અને રોહિશાળાની વતની છે અને પાંચ વર્ષના બાળકની માતા છે. તે એર ઈન્ડિયા 777ની કમાન્ડર છે. સ્વાતિ પણ તે ટીમની સભ્ય હતી જે ઈટાલીની રાજધાનીમાં ફસાયેલા 263 ભારતીયોને બચાવવા માટે ગઈ હતી.

વડાપ્રધાન મોદીએ કોરોના વાઈરસના લીધે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે એર ઈન્ડિયાના પ્રયાસોની સરાહના કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, એર ઈન્ડિયાની ટીમ પર ગર્વ છે જેણે ધૈર્ય રાખી માનવતાનો પરિચય આપ્યો છે. દેશભરમાં તેમના અસાધારણ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી રહી છે. મંત્રી હરદીપસિંહ પુરીએ પણ એર ઈન્ડિયાની પ્રશંસા કરી છે. તેમણે એર ઈન્ડિયાના બોઈંગ 777ના ચાલક દળના કેપ્ટન સ્વાતિ રાવલ અને રાજા ચૌહાનના નેતૃત્વમાં કર્તવ્યનું નિર્વહન કરતા 263 ભારતીયોને સ્વદેશ પરત લાવ્યા હતા.

સ્વાતીની ઈચ્છા ફાઈટર પ્લેનના પાયલટ બનવાની હતી પરંતુ કે સમયે મહિલાઓને વાયુ સેનામાં ઉડાન ભરવાની મંજુરી નહી હોવાથી તે ફાઈટર પાયલટ બની શકી નહી. તે બાદ તેણે એર ઈન્ડિયા જોઈન કર્યું અને એક કોમર્શિયલ પાયલટ બની, તેણીનું કહેવું છે કે તેમના પરીવારે તેમની પસંદ માટે સપોર્ટ કર્યો છે.
સ્વાતી રાવલ આ પહેલા પણ ચર્ચામાં આવી ચુકી છે. આ પહેલા પણ તેણી 2010માં તે એર ઈન્ડિયાના તમામ મહિલા ક્રૂ મેમ્બરની સભ્ય હતી જેણે મુંબઈથી ન્યૂયોર્ક ઉડાન ભરી હતી. તે ગત 15 વર્ષથી વિમાન ઉડાવી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wmtEKf
via Latest Gujarati News
0 Comments