કોરોનાનો કહેર: ગુજરાતમાં 24 કલાકમાં 10 નવા પોઝિટિવ કેસ, સંખ્યા 105એ પહોંચી

ગાંધીનગર, તા. 4 એપ્રિલ 2020 શનિવાર

ગુજરાતમાં કોરોનાના 105 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રથમ 8 દિવસમાં 44 કેસો અને બીજા 8 દિવસમાં 48 કેસો સામે આવતા હાહાકાર મચી ગયો છે.

આજે રાજ્યમાં 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. ગુજરાત માટે સારા સમાચાર છે કે, અમદાવાદની 80 વર્ષીય મહિલા સાજા થઈ ગયા છે.

જીવલેણ કોરોના વાઈરસ ફેલાઇ નહી માટે લોકડાઉન જાહેર કરવામાંગ આવ્યું છે, તો બીજીતરફ  તબલીગી જમાત મરકઝના લોકો દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને તેમના પરિચયમાં લોકો આવ્યા હોવાથી કેસમાં વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે. જેને લઇને પોલીસ દ્વારા અમદાવાદમાં રોકાયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આજે કાલુપુર દરવાજા પાસેની ભંડેરી પોળની અંદર આવેલી  માતાવાળી પોળમાં એક જ પરિવારના સભ્યો સહિત કાલુપુરમાં મલીક શાહ મસ્જિદ પાસેની એક વ્યક્તિ સહિત કોરોના પોઝીટીવ કુલ પાંચ કેસો બહાર આવ્યા છે. 

જેને લઇને આજે મ્યુનિસિપલ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પાંચેય વ્યક્તિને હોમક્વોરન્ટાઇલ કર્યા બાદ કાલુુપુર માતાવાળી પોળને પોલીસે સીલ કરી હતી અને પોળના બન્ને દરવાજા સીલ કરી દેવામાં આવ્યા છે, અને પોળનાના નાકે દરિયાપુર પોલીસે એરઆપી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એટલું જ નહી પોળની અન્ય વ્યક્તિઓમાં ચેપ ફેલાય નહી તેમ બહાર જાય તો કોરાના પ્રસરે નહી તેમ માટે  કોઇપણ વ્યક્તિન ે પોળ  બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34aBYJx
via Latest Gujarati News

Post a Comment

0 Comments