દેશમાં કોરોનાના પોઝિટીવ કેસ 3000ને પાર, 77ના મોત નીપજ્યા

નવી દિલ્હી, તા. 4 એપ્રિલ 2020 શનિવાર

કોરોના મહામારીથી દેશમાં સંકટ વધતુ જઈ રહ્યુ છે. અત્યાર સુધી 3000થી વધારે લોકો કોરોના સંક્રમિત છે જ્યારે 77ના મોત નીપજ્યા છે. દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં 100 સ્વાસ્થ્ય કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. આ તમામ 2 કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં આજે 1-1નું મોત નીપજ્યુ છે. 

ભારતમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી આગળ વધી રહ્યા છે શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના કુલ 563 કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 3100ને પાર થઇ ગઇ છે. આ પહેલા ગુરૂવારે પણ દેશમાં 486 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

તમિલનાડુમાં સૌથી વધારે કેસ નોંધાયા

અત્યાર સુધીમાં કોરોનાને કારણે દેશમાં કુલ 86 લોકોના મોત થયા છે. શુક્રવારે તમિલનાડુમાં સૌથી વધુ 102, દિલ્હીમાં 93, તેલંગાણામાં 75, મહારાષ્ટ્રમાં 67, ઉત્તર પ્રદેશમાં 44, રાજસ્થાનમાં 35, મધ્યપ્રદેશમાં 34, આંધ્રપ્રદેશમાં 12, કેરળમાં 9, હરિયાણામાં 9, ગુજરાતમાં 7, જમ્મુ-કાશ્મીરમાં 5 અને કર્ણાટકમાં 4 નવા દર્દી સામે આવ્યા હતા.

ભારતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દેશમાં દરરોજ કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાતા કેન્દ્ર સરકાર પણ ચિંતામાં આવી ગઈ છે.

ભારતમાં છેલ્લા અઠવાડિયામાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા

ભારતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 6 દિવસ પહેલાં ભારતમાં 1000 કેસ સામે આજે 3108 કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 દિવસમાં ત્રણ ગણી વધી ચૂકી છે. જેમાં 86 લોકોના મોત થયા છે. તો હજુ પણ 2793 લોકોને કોરોના પોઝીટીવ છે. જ્યારે 229 લોકો કોરોનાથી મુક્ત થયા છે. દેશમાં સૌથી વધુ કન્ફર્મ કેસ મહારાષ્ટ્રમાં 490 નોંધાયા છે. જે ભારતના અંદાજિત 15 ટકાથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 26 લોકોના મોત થયા છે. તો 50 લોકોને રિકવર પણ થયું છે. હજુ પણ મહારાષ્ટ્રમાં 414 કેસ એક્ટિવ છે. તામિલનાડુમાં પણ તબલિગી જમાતને કારણે કેસ એકાએક વધી જતાં કોરોના સંક્રમિતોની સંખ્યા 411 થઈ છે તો દિલ્હીમાં પણ 386 કેસ નોંધાયા છે. કેરાલામાં 295 કોરોના સંક્રમિત છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોનો આંક 100 નજીક પહોંચી ગયો છે. અને 9 લોકોના મોત થયા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aHjLWr
via Latest Gujarati News

Post a Comment

0 Comments