
- મેન્થા તેલમાં સુધારાનો સંચાર: સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.૪૫,૧૨૦ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.૭૯૦ કરોડ (નોશનલ)નું ટર્નઓવર
મુંબઈ, તા.3 એપ્રિલ 2020, શુક્રવાર
દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ ૨૭ માર્ચથી ૧ એપ્રિલના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં કુલ રૂ.૪૫,૧૨૦.૧૬ કરોડનું અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.૭૯૦.૮૨ કરોડ (નોશનલ)નું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીમાં નરમાઈનો માહોલ વાયદાના ભાવમાં હતો. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ સિવાયની તમામ ધાતુઓ વધી આવી હતી. એનર્જીમાં ક્રૂડ તેલમાં ૭,૬૩,૪૯,૪૦૦ બેરલ્સના નોંધપાત્ર વેપાર સાથે વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.૧૬૬નો સાપ્તાહિક ધોરણે ઘટાડો થયો હતો. નેચરલ ગેસમાં મિશ્ર ચાલ હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. કપાસ પણ ઢીલું બંધ થયું હતું. એલચીમાં બેતરફી વધઘટ સામે મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૩,૬૪૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૩,૭૧૬ અને નીચામાં રૂ.૪૨,૬૨૨ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૪૩,૬૪૩ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૪૦૩ ઘટી રૂ.૪૩,૨૪૦ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો એપ્રિલ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૪,૭૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૪ વધી રૂ.૩૪,૭૯૪ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૩૪,૮૯૯ અને નીચામાં રૂ.૩૪,૫૧૦ બોલાયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો એપ્રિલ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૨૬૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૨ વધી બંધમાં રૂ.૪,૩૦૯ના ભાવ થયા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪,૩૨૬ અને નીચામાં રૂ.૪,૨૧૫ બોલાયો હતો. સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૩,૧૫૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૩,૬૪૦ અને નીચામાં રૂ.૪૨,૬૬૬ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૩૨૯ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૪૩,૨૩૨ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૪૧,૩૪૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૧,૫૯૨ અને નીચામાં રૂ.૩૯,૩૦૦ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૧,૩૨૨ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૪૫૦ના ઘટાડા સાથે રૂ.૩૯,૮૭૨ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૪૧,૪૧૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૧,૫૦૦ અને નીચામાં રૂ.૩૯,૩૪૩ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૧,૩૫૭ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૪૪૧ના ઘટાડા સાથે રૂ.૩૯,૯૧૬ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૪૧,૮૫૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૧,૯૦૦ અને નીચામાં રૂ.૩૯,૭૩૦ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧,૧૦૭ ઘટી બંધમાં રૂ.૪૦,૫૭૬ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં તાંબુ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૩૭૬.૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૫૫ વધી રૂ.૩૭૬.૫૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૮૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૯૦ વધી બંધમાં રૂ.૮૬૪.૯૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમ-મિનીનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧૩૪.૭૫ ખૂલી, સપ્તાહના અંતે ૭૦ પૈસા ઘટી રૂ.૧૩૪.૨૦, સીસું-મિની એપ્રિલ રૂ.૧૩૨.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૮૦ વધી રૂ.૧૩૪.૪૫ અને જસત-મિની એપ્રિલ વાયદો રૂ.૧૪૪.૯૦ ખૂલી, સપ્તાહના અંતે ૯૫ પૈસા વધી રૂ.૧૪૫.૫૫ના સ્તરે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૧,૭૯૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૮૨૩ અને નીચામાં રૂ.૧,૫૫૦ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૧૬૬ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૧,૬૨૧ના ભાવ થયા હતા, જ્યારે નેચરલ ગેસનો એપ્રિલ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૩૦.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૪૦ ઘટી રૂ.૧૨૭.૫૦ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૧૩૨.૫૦ અને નીચામાં રૂ.૧૨૪.૩૦ બોલાયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)નો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૬,૬૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૬,૬૪૦ અને નીચામાં રૂ.૧૫,૮૧૦ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૧૬,૫૫૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૪૪૦ના ભાવઘટાડા સાથે રૂ.૧૬,૧૧૦ના સ્તરે બંધ થયો હતો.
કપાસનો એપ્રિલ-૨૦ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૯૫૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૯૫૮ અને નીચામાં રૂ.૯૩૪ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૧.૫૦ ઘટી રૂ.૯૩૭.૫૦ના સ્તરે બંધ થયો હતો.
એલચીનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૧,૮૫૪.૬૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨,૦૮૩.૩૦ અને નીચામાં રૂ.૧,૮૩૫.૫૦ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૧૫૩.૫૦ના ઉછાળા સાથે રૂ.૨,૦૬૫.૪૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે એલચીનો મે વાયદો કિલોદીઠ રૂ.૧,૮૯૧.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦૯.૩૦ ઘટી બંધમાં રૂ.૧,૮૪૦.૭૦ના ભાવ થયા હતા.
ક્રૂડ પામતેલ (સીપીઓ)નો એપ્રિલ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૬૪૭.૭૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૧૦ વધી રૂ.૬૪૫.૧૦ બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૬૭૧ અને નીચામાં રૂ.૬૪૧.૪૦ બોલાયો હતો, જ્યારે મે વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૬૪૮.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૯૦ ઘટી બંધમાં રૂ.૬૪૧.૭૦ના ભાવ થયા હતા.
મેન્થા તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૧,૦૬૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૧૧૯.૧૦ અને નીચામાં રૂ.૧,૦૬૦ બોલાઈ, આગલા સપ્તાહનાં રૂ.૧,૦૮૫.૫૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૩૦.૩૦ વધી બંધમાં રૂ.૧,૧૧૫.૮૦ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ સોનાના વાયદાઓમાં રૂ.૧૩,૧૪૨.૩૭ કરોડનાં ૩૦.૩૭૨ ટન, ચાંદીમાં રૂ.૭,૬૩૧.૪૩ કરોડનાં ૧,૮૯૨.૯૩૧ ટન, તાંબામાં રૂ.૧,૬૩૮.૭૩ કરોડનાં ૪૩,૬૫૦ ટન, નિકલમાં રૂ.૨,૦૭૧.૩૮ કરોડનાં ૨૪,૦૧૬.૫ ટન, એલ્યુમિનિયમ-મિનીમાં રૂ.૨૪૯.૭૬ કરોડનાં ૧૮,૬૪૨ ટન, સીસું-મિનીમાં રૂ.૬૦૧.૯૫ કરોડનાં ૪૫,૩૯૪ ટન, જસત-મિનીમાં રૂ.૧,૭૯૮.૯૨ કરોડનાં ૧,૨૫,૨૭૦ ટન, ક્રૂડ તેલમાં રૂ.૧૨,૭૫૨.૩૪ કરોડનાં ૭,૬૩,૪૯,૪૦૦ બેરલ્સ, નેચરલ ગેસમાં રૂ.૪,૩૫૮.૫૦ કરોડનાં ૩૩,૮૭,૪૨,૫૦૦ એમએમબીટીયૂ, કપાસમાં રૂ.૪.૧૧ કરોડનાં ૮૬૮ ટન, કોટનમાં રૂ.૧૦૪.૬૦ કરોડનાં ૬૪,૫૨૫ ગાંસડી, સીપીઓમાં રૂ.૬૯૬.૨૩ કરોડનાં ૧,૦૫,૨૨૦ ટન, એલચીમાં રૂ.૧.૪૬ કરોડનાં ૮ ટન અને મેન્થા તેલમાં રૂ.૧૭.૪૧ કરોડનાં ૧૫૯ ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં ૧૯.૩૦૭ ટન, ચાંદીમાં ૧૮૦.૨૮૬ ટન, તાંબામાં ૬,૩૯૭.૫ ટન, નિકલમાં ૧,૨૨૫.૫ ટન, એલ્યુમિનિયમ-મિનીમાં ૩,૮૩૪ ટન, સીસું-મિનીમાં ૨,૬૦૭ ટન, જસત-મિનીમાં ૧૦,૬૫૯ ટન, ક્રૂડ તેલમાં ૩૦,૯૧,૯૦૦ બેરલ્સ, નેચરલ ગેસમાં ૧,૩૩,૬૬,૨૫૦ એમએમબીટીયૂ, કપાસમાં ૫૯૨ ટન, કોટનમાં ૧,૭૭,૦૨૫ ગાંસડી, સીપીઓમાં ૫૮,૫૫૦ ટન, એલચીમાં ૭ ટન અને મેન્થા તેલમાં ૧૨૭ ટનના સ્તરે રહ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bOqFsR
via Latest Gujarati News
0 Comments