
મુંબઈ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર
૧૭ એપ્રિલના પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૩.૦૯ અબજ ડોલર વધીને ૪૭૯.૫૭ અબજ ડોલર રહ્યું છે. ફોરેન કરન્સી એસેટસમાં થયેલા વધારાને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે. વર્તમાન વર્ષના ૬ માર્ચના સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૪૮૭.૨૩ અબજ ડોલર સાથે ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું.
નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના ફોરેકસ રિઝર્વમાં ૬૨ અબજ ડોલરનો વધારો થયો હતો.૧૭ એપ્રિલના પૂરા થયેલા સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વ ૧.૫૪ અબજ ડોલર વધી ૩૨.૬૮ અબજ ડોલર રહ્યું હતું, એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.
કોરોનાવાઈરસના ફેલાવા બાદ ફોરેકસ રિઝર્વમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએથી ૮ અબજ ડોલર જેટલો ઘટાડો નોંધાયો છે. હાલમાં ક્ડ તેલના નીચા ભાવને કારણે ભારતના ફોરેકસ રિઝર્વ પર દબાણ ઓછું જોવા મળી રહ્યું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/353k6kb
via Latest Gujarati News
0 Comments