
- રોકડા હાથ પર રાખવાની આ દોટમાં ઉચ્ચ રેટીંગ ધરાવતી કંપનીઓના પેપર પરના યીલ્ડ વધ્યાનું જેમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણા સંસ્થાઓનો પણ સમાવેશ થઈ જાય છે
મુંબઈ તા. 25 એપ્રિલ 2020, શનિવાર
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સંકટના મંડાણ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેની છ ડેટ સ્કિમોને સમેટી લેવાના નિર્ણયે થઈ જઈ લિક્વિડિટીની સમસ્યાએ રીડમ્પશનથી રોકાણકારો વંચિત રહેતાં હવે આ દુર્ઘટનાનો ફફડાટ એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં અને કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં ફેલાયો છે. ઘણાં મ્યુચ્યુઅલ ફંડો હવે ટોચનું રેટીંગ ધરાવતી ડેટ સિક્યુરિટીઝનું આક્રમકતા સાથે વેચાણ કરીને રીડમ્પશનનું સંભવિત મોટું દબાણ આગામી દિવસોમાં જોવાય એવી શકયતાએ કેશ હાથ પર કરવાની દોટ મૂકવા લાગ્યા છે. આ સાથે રોકાણકારો પરણ તેમના અન્ય ક્રેડિટ રિસ્ક સ્કિમો અથવા નીચા રેટેડ પેપર્સ ધરાવતાં બોન્ડ ફંડોમાંથી રોકાણ પાછું ખેંચવા લાગ્યા હોવાનું જાણવા મળે છે.
રોકડા હાથ પર રાખવાની આ દોટમાં ઉચ્ચ રેટીંગ ધરાવતી કંપનીઓના પેપર પરના યીલ્ડ વધ્યાનું જેમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણા સંસ્થાઓનો પણ સમાવેશ થઈ જાય છે. આ કંપનીઓના બોન્ડસ બન્ને સરકારી માલિકીની અને ખાનગી હસ્તકની કંપનીઓના બોન્ડસ પરના યીલ્ડ્સ તફાવત અથવા સ્પ્રેડ અને આ જ પ્રકારના મુદતી સરકારી પેપર્સ વચ્ચેનો તફાવત વધીને ૨૦ થી ૩૦ બેઝિઝ પોઈન્ટ જેટલો થયો છે. ડીલરોનું કહેવું છે કે આટલો તફાવત વધવો એ અસાધારણ છે અને જોખમ ટાળવામાં આવતું હોવાનું દર્શાવે છે.
ઈન્ડિયન રેલવઝ ફાઈનાન્સ કોર્પોરેશન(આઈઆરએફસી) દ્વારા શુક્રવારે જ સામાન્યથી ૨૦ થી ૨૫ બેઝિઝ પોઈન્ટ ઊંચા દરે ૬.૧૯ ટકાના ત્રણ વર્ષિય પેપરનું વેચાણ કરાયું હતું. રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પ દ્વારા પણ શુક્રવારે ત્રણ વર્ષિય પેપર માટે ૭.૪૦ ટકાની ઈન્વેસ્ટરોની માંગને લઈ પ્રાઈમરી બોન્ડનું વેચાણ રદ કરાયું હતું.
વેદાન્તાના બોન્ડસ ડબલ એ રેટીંગ ધરાવતા હોવા સાથે બે વર્ષિય રેસીડયુઅલ મેચ્યોરિટી સાથેના ૧૧ ટકાએ હાથ બદલો થયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મોટી ફાઈનાન્સ કંપની જે વ્હીકલ ફાઈનાન્સ ક્ષેત્રે છે, એણે સબ ડેટ પેપરમાં ૧૫ ટકાએ ટ્રેડીંગ કર્યું હોવાનું જાણવા મળે છે. રોકાણકારો જોખમ ટાળવા લાગતાં રાતોરાત યીલ્ડ સ્પ્રેડમાં વધારો થયો છે. બજારના વર્તુળોનું કહેવું છે કે યીલ્ડમાં શુક્રવારે મોટો વધારો એ રોકાણકારો દ્વારા ડેટ સ્કિમોમાંથી નાણાં મોટાપાયે પાછા ખેંચવાનું શરૂ થવાની પરિસ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડો દ્વારા તેમના સારા પેપર વેચવાની ફરજ પડી રહ્યાનું દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે રૂ.૨૬,૦૦૦ કરોડની એયુએમ ધરાવતી ૬ ડેટ સ્કિમોને ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સમેટી લેવાનો નિર્ણય લેવાતાં રોકાણકારોના નાણાં આ સ્કિમોમાં અટવાઈ પડયા છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zx3UvR
via Latest Gujarati News
0 Comments