સેન્સેક્સ 31777 થી 30888 અને નિફટી 9222 થી 9022 વચ્ચે અથડાશે


- નિપ્પો બેટરીઝથી વિખ્યાત ઈન્ડો-નેશનલ લિમિટેડ, પ્રથમ નવ માસિકમાં ૯૧.૯ ટકા વૃદ્વિ હાંસલ કરનાર, પૂર્ણ વર્ષ૨૦૧૯-૨૦ની અપેક્ષિત ઈપીએસ રૂ.૭૦.૧૩

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર

કોરોના મહામારીથી આવી પડેલા મહા આર્થિક સંકટમાં હમણાં સુધી ફોરેન ફંડો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો મોટાપાયે વેચવાલ બન્યા હતા, ત્યારે અત્યાર સુધી સામી છાતીએ લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડો શેરોમાં સતત ખરીદી કરી રહ્યા હતા, એ મ્યુચ્યુઅલ ફંડોમાં પણ સંકટના મંડાણ થઈ ગયા છે. ગત સપ્તાહમાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન દ્વારા તેના છ ડેટ ફંડોને સમેટી લેવાનો નિર્ણય લેવાની ફરજ પડતાં આ સંકટના ડેટ માર્કેટ પૂરતું મર્યાદિત નહીં રહી આગામી દિવસોમાં શક્ય છે કે રીડમ્પશન-એટલે કે રોકાણકારો દ્વારા મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણ પાછું ખેંચવા માટેનો ધસારો શરૂ થવાના સંજોગોમાં ભારતીય શેર બજારોમાં નવી આફતી આવી શકે છે. પહેલા જ આર્થિક વૃદ્વિ મંદ હતી, એવામાં કોરોનાના સંકટે વિશ્વને ઐતિહાસિક મહા મંદીમાં ધકેલી દીધું છે અને એના પરિણામે વૈશ્વિક બજારો ડામાડોળ બન્યા છે. ક્રુડ ઓઈલમાં નાયમેક્ષ-ડબલ્યુટીઆઈ ઓઈલના ભાવ ૪૦ ડોલર નેગેટીવ બોલાઈ ગયાની ઐતિહાસિક ઘટનાએ અનેક જુગારીઓને પાયમાલ કર્યા છે, ત્યારે ફયુચર્સ એન્ડ ઓપન્શન્સનાજુગારથી દૂર રહેવાની સલાહ સાથે આગામી સપ્તાહ ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણના અંતનું સપ્તાહ હોઈ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીનું બનીરહેવાની પૂરી શકયતા છે. 

સ્ટીમ્યુલસ પેકેજની સાથે હવે હિન્દુસ્તાન યુનિ, એચડીએફસી લાઈફ, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા રિઝલ્ટ પર નજર

કોરોના મહામારીના કારણે આવી પડેલા આર્થિક સંકટના પ્રવર્તમાન દોરમાં એક તરફ દેશને લોકડાઉનમાંથી બહાર લાવીને ધીમે ધીમે અર્થતંત્રનેફરી પટરી પર લાવવાની શરૂઆત થવા લાગી છે, પરંતુ આવી પડેલા આ સંકટમાંથી બહાર આવવા જરૂરી બની ગયેલા આર્થિક સ્ટીમ્યુલસ પેકેજની રાહ કોર્પોરેટ ઈન્ડિયા-ઉદ્યોજકો દ્વારા જોવાઈ રહી છે, ત્યારે હવે આગામી સપ્તાહમાં કેન્દ્ર સરકાર દ્વારા આગામી સપ્તાહમાંઅપેક્ષિત સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થાય છે કે એના પર બજારની નજર રહેશે. આ સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી સપ્તાહમાં જાહેર થનારા કંપનીઓના પરિણામોમાં ૨૭,એપ્રિલ ૨૦૨૦ના એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, ઈન્ડસઈન્ડ બેંક અને અંબુજા સિમેન્ટ તેમ જ ૨૮,એપ્રિલ ૨૦૨૦ના એક્સીસ બેંક તેમ જ ૩૦,એપ્રિલ ૨૦૨૦ના હિન્દુસ્તાન યુનિલિવર અને ટેક મહિન્દ્રાના રિઝલ્ટ પર બજારની નજર રહેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ.ફેડરલ રિઝર્વની આગામી સપ્તાહમાં ૨૮,એપ્રિલથી શરૂ થનારી બે દિવસીય વ્યાજ દર માટે મળનારી મીટિંગ પર અને યુરોપીય સેન્ટ્રલ બેંકની ૩૦,એપ્રિલના મળનારી મીટિંગ પર નજર રહેશે. આ ઈવેન્ટ્સ વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૩૧૭૭૭ થી ૩૦૮૮૮ અને નિફટી ૯૨૨૨ થી ૯૦૨૨ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા રહેશે.

ડાર્ક હોર્સ : ઈન્ડો-નેશનલ લિ.-NIPPO BATTERIES

એનએસઈ NIPPOBATRY, બીએસઈ (કોડ નં.૫૦૪૦૫૮) રૂ.૧૦ પેઈડ-અપ, રૂ.૫૫૪ની બુક વેલ્યુ ધરાવતી, મજબૂત બોનસ ઉમેદવાર, વર્ષ ૧૯૯૫માં ૧:૧ શેર અને વર્ષ ૧૯૯૮માં ૧:૧ શેર બોનસ  એમ બે બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૭૫ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, ૨૦૦ ટકા ડિવિડન્ડ  ચૂકવતી, રૂ.૨૦૪.૩૧ કરોડનું રિઝર્વ ભંડોળ ધરાવતી, ૬૫.૩૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની,  JAPANle MATSUSHITA ELECTRIC INDUSTRIAL CO. LTDસાથે સંયુક્ત સાહસમાં વર્ષ ૧૯૭૨માં શરૂ થયેલી ભારતમાં સૌથી મોટી ડ્રાય સેલ બેટરીઝની ઉત્પાકક બનવાના ઉદ્દેશ સાથે વિશ્વની શ્રેષ્ઠ બેટરી ટેકનોલોજીને ભારતમાં લાવનાર વિખ્યાત નિપ્પો બેટરીની ઉત્પાદક ભારતની સૌ પ્રથમ ૈંર્જીં ૯૦૦૧ અને ૈંર્જીં ૧૪૦૦૧ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મેળવનાર વર્ષ ૧૯૯૬થી ઇઉ્ેંફ જીઅજાીસજ ય્સમરનું   ઊસ્ જીઅજાીસજ  માટે ્ેં ભઈઇ્ૈંખૈંભછ્ૈંર્ંશ ધરાવતી ડ્રાય બેટરી કંપની ઈન્ડો-નેશનલ લિમિટેડ ( અગાઉ નિપ્પો બેટરીઝ લિમિટેડ તરીકે ઓળખાતી અને ૧૦, એપ્રિલ,૨૦૧૩થી નામ બદલીને ઈન્ડો-નેશનલ લિમિટેડ થયેલી), માત્ર ૩૭.૫૦ લાખની ઈક્વિટીમાંથી બે બોનસ શેર ઈસ્યુઓ એક વર્ષ ૧૯૯૫માં ૧:૧ અને બીજું વર્ષ ૧૯૯૮માં ૧:૧ થકી ૨૮,૧૨,૫૦૦ શેરો બોનસ શેરોના એટલે કે ૭૫ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી અને માત્ર ૯,૩૭,૫૦૦ શેરો એટલે કે ૨૫ ટકા ઓરિજનલ ઈક્વિટી ધરાવતી  શેર ધારકોને સતત ઊંચું ડિવિડન્ડ ચૂકવતી કંપની છે.નિપ્પો ભારતમાં ૩૫ ડેપો સાથે ૪૦૦૦થી વધુ સ્ટોકિસ્ટોનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. 

કંપનીની સબસીડિયરમાં હીલિયસ સ્ટ્રેટેજીક સિસ્ટમ્સ લિ અને સ્ટેપ ડાઉન સબસીડિયરીઓમાં કાઈનેકો(ણૈંશઈર્ભં)લિમિટેડ, કાઈનેકો અલ્ટ ટ્રેઈનટેકનોલોજી પ્રાઈવેટ લિ., કાઈનેકો કામન કોમ્પોઝિટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ છે.

ચેન્નઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ ધરાવતી અને આંધ્ર પ્રદેશમાં તાદા ખાતે અને નેલ્લોર ખાતે મેન્યુફેકચરીંગ સવલતો ધરાવતી (૧) વિસ્તૃત રેન્જ અને વિવિધ સાઈઝ ડબલ એ, ટ્રીપલ એ, સી એન્ડ ડી બેટરી આલ્કલાઈન બેટરી, ૯વી બેટરીની ઝિંક કાર્બન/મેન્ગેનીઝ બેટરીઝનું નિપ્પો બ્રાન્ડ હેઠળ ઉત્પાદન. (૨) સુપિરીયર ટેકનોલોજી સાથે એલઈડી બલ્બ, રીચાર્જેબલ બલ્બ, ઈમરજન્સી બેટર્ન, પલ્સર લાઈનર, હેડ લેમ્પનું ઉત્પાદન. (૩) પાવર સ્ટેશન-નેક્સ્ટ જનરેશન બેટરી ચાર્જરોનું ઉત્પાદન. (૪) ઊર્જા બચત કરતી એલઈડી ટેકનોલોજી સાથે ટોર્ચિસ (૫) મોસ્કિટો બેટ (૬) ઈલેક્ટ્રિકલમાં ફ્લેક્સ બોક્સ, સ્પાઈક ગાર્ડસ ટ્રાવેલ એડેપ્ટરનું ઉત્પાદન કરતી કંપની છે.

સાઉથ કોરિયાની ૬૫ વર્ષથી બ્લેડ્સ અને રેઝર મેન્યુફેકચરર ડોરકો(ર્ઘંઇર્ભં) દ્વારા તેની બ્લેડ્સ અને રેઝર્સના માર્કેટીંગ માટે ઈન્ડો નેશનલ લિમિટેડનીતેના એક્સક્લુઝિવ નેશનલ ડિસ્ટ્રીબ્યુટર તરીકે પસંદગી થઈ છે. આ સાથે ડિફેન્સ મંત્રાલય દ્વારા ઈન્ડો નેશનલની સંપૂર્ણ માલિકીની સબસીડિયરી કાઈનેકોની મેઈક ઈન ઈન્ડિયા સફળ સ્ટોરી પૈકી એક તરીકે પસંદગી થઈ છે. 

પ્રમુખ ગ્રાહકોની યાદી :

કંપનીના ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરર(ઓઈએમ) ગ્રાહકોની પ્રમુખ યાદીમાં અજન્તા ક્લોક્સ, ટાઈટન ક્લોક્સ, માત્સુશિટા ટીવી એન્ડ ઓડિયો, ગુ્રન્ડિગ ટીવી, જીનસ, હવેલ્સ, બેલટેક ઈન્ડિયા લિમિટેડ, કેસ વેઈંગ ઈક્વિપમેન્ટ, વેલસન પ્લાસ્ટિક્સ, વિપ્રો, ઓનીડા ટીવી, સમય ક્લોક્સ, એર વિઝનસ, સારટાઈમ ક્લોક્સ, ગોદરેજ કન્ઝયુમર લિ., એલજી ટીવી, થોમસન ટીવી, બેસ્ટાવિઝન ટીવી, વેબેલ નિક્કો, ચેમ્પિયન ટ્રેડીંગ, રીવા ક્લોક્સ, ગોલ્ડવિન ટેકનોલોજી, ગોદરેજ સારા લી.

સંસ્થાકીય ગ્રાહકોમાં ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન, બોકારો સ્ટીલ પ્લાન્ટ, નેવેલી લિગ્નાઈટ, ઈન્ડિયન એરફોર્સ, મદ્રાસ રીફાઈનરીઝ, દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, ઈન્ડિયન એરલાઈન્સ, ઈન્ડિયન નેવી, ઓલ ઈન્ડિયા રેડિયો, સાલેમ સ્ટીલ પ્લાન્ટ, તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, કોસ્ટલ ગાર્ડ, કુદ્રેમુખ આર્યન ઓર કંપની, આંધ્ર પ્રદેશ પોલીસ, કેન્ટિન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ, મદ્રાસ ફર્ટિલાઈઝર્સ, સીઆરપીએફ, ઓએનજીસી, હિન્દુસ્તાન યુનિલિવર, હિન્દુસ્તાન ફોટો ફિલ્મ્સ, ઈન્ડિયન રેલવેઝ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન, વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, હિન્દુસ્તાન ન્યુઝપ્રિન્ટ, પોર્ટ ટ્રસ્ટ્સ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનનો સમાવેશ છે. 

બોનસ ઈતિહાસ : 

વર્ષ ૧૯૯૫માં ૧:૧ બોનસ, વર્ષ ૧૯૯૮માં ૧:૧ બોનસ

બુક વેલ્યુ : 

માર્ચ ૨૦૧૫માં રૂ.૪૩૧.૧૯, માર્ચ ૨૦૧૬માં રૂ.૪૪૬.૩૭, માર્ચ ૨૦૧૭માં રૂ.૫૦૨.૦૪, માર્ચ ૨૦૧૮માં રૂ.૫૨૮.૦૫, માર્ચ ૨૦૧૯માં રૂ.૫૫૪.૮૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૦માં રૂ.૬૨૩.૪૩

ડિવિડન્ડ : 

વર્ષ ૨૦૧૪માં ૨૦૦ ટકા, વર્ષ ૨૦૧૫માં ૨૫૦ ટકા, વર્ષ ૨૦૧૬માં ૨૫૦ ટકા, વર્ષ ૨૦૧૭માં ૨૫૦ ટકા, વર્ષ ૨૦૧૮માં ૨૦૦ ટકા, વર્ષ ૨૦૧૯માં ૨૦૦ ટકા

ડિવિડન્ડ યીલ્ડ :

કંપની છેલ્લા પાંચ વર્ષમાં ન્યુનતમ ૪૫ ટકા થી ૫૫ ટકાનો ડિવિડન્ડ પે-આઉટ રેશીયો ધરાવે છે. જો ન્યુનતમ ૪૫ ટકા ધ્યાનમાં લઈ તો કંપની શેર દીઠ રૂ.૩૦ ડિવિડન્ડ અપેક્ષિત છે. જે ૬.૬૦ ટકા ડિવિડન્ડ યીલ્ડ થશે.

શેર હોલ્ડિંગ પેટર્ન :

પ્રમોટર્સ હસ્તક ૬૫.૩૫ ટકા, નાણા સંસ્થાઓ-બેંકો હસ્તક ૫.૩૪ ટકા પૈકી એચડીએફસી બેંક પાસે ૫.૩૩ ટકા( બે લાખ શેરો), હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો પૈકી શરદ કનૈયાલાલ શાહ પાસે ૧.૬૦ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૪.૫૧ ટકા, જ્યારે રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડી ધારકો પાસે ૨૦.૬૯ ટકા શેરો છે. 

નાણાકીય પરિણામો :

(૧) કોન્સોલિડેટેડ પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :

ચોખ્ખી આવક રૂ.૪૦૩.૪૭ કરોડની તુલનાએ વધીને રૂ.૪૪૩.૨૩ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૩૦.૯૯ કરોડથી ઘટીને રૂ.૨૬.૫૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૫૯.૭૧ થી ઘટીને રૂ.૪૯.૧૩ હાંસલ કરી હતી.

(૨) કોન્સોલિડેટેડ  ત્રીજા ત્રિમાસિક  ઓકટોબર ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ :

ચોખ્ખી આવક રૂ.૧૨૨.૮૭ કરોડની તુલનાએ ૨૧.૩ ટકા વધીને રૂ.૧૪૯.૦૮ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૯.૫૦ કરોડ થી ૧૩.૫ ટકા વધીને રૂ.૧૦.૭૮ કરોડ  નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૧૫.૮૬ થી વધીને રૂ.૨૦.૭૩ હાંસલ કરી છે.

(૩) સ્ટેન્ડએલોન નવ માસિક એપ્રિલ ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ :

ચોખ્ખી આવક રૂ.૨૫૦.૬૩ કરોડની તુલનાએ વધીને રૂ.૨૭૦.૨૨ કરોડ મેળવીને ૬.૭ ટકા એનપીએમ થકી ચોખ્ખો નફો રૂ.૧૬.૧૫ કરોડ થી વધીને રૂ.૧૮.૧૦ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક રૂ.૪૩.૦૮ થી વધીને રૂ.૪૮.૨૫ હાંસલ કરી છે.

(૪) કોન્સોલિડેટેડ નવ માસિક એપ્રિલ ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯

ચોખ્ખી આવક રૂ.૩૨૧.૪૧ કરોડની તુલનાએ ૨૩.૭ ટકા વધીને રૂ.૩૯૭.૫૬ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૧૩.૫૪ કરોડની તુલનાએ ૯૧.૯ ટકા વધીને રૂ.૨૫.૯૩ કરોડ નોેધાવી શેર દીઠ કોન્સોલિડેટેડ આવક રૂ.૩૦.૫૩ થી વધીને ૫૦.૧૯ હાંસલ કરી છે.

(૫) અપેક્ષિત સ્ટેન્ડએલોન પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૪૭.૪૫ કરોડ થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૪ કરોડ મેળવીને શેર દીઠ પૂર્ણ વર્ષની આવક રૂ.૬૪ અપેક્ષિત છે.

(૬) અપેક્ષિત કોન્સોલિડેટેડ પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૫૨૩.૫૮ કરોડ થકી ચોખ્ખો નફો રૂ.૨૬.૩૦ કરોડ નોંધાવી શેર દીઠ કોન્સોલિડેટેડ આવક રૂ.૭૦.૧૩ અપેક્ષિત છે. 

(૭) વેલ્યુએશન : સિંગલ મ્ :

ડ્રાય સેલ ઉદ્યોગના સરેરાશ ૮ના પી/ઈ સામે કંપની ૧૧નો પી/ઇ મેળવતી હોઈ શેર રૂ.૭૭૦ને આંબી શકે, પરંતુ વર્તમાન બજાર પરિસ્થિતિ અને સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓછા આકર્ષણને લઈ વેલ્યુએશન સિંગલ મ્. 

આમ(૧)  જાપાની માત્સુશિટા ઈલેક્ટ્રીક કંપની સાથે સંયુક્ત સાહસમાં સ્થપાયેલી, (૨) નિપ્પો બેટરીઝથી વિખ્યાત, પ્રમોટરોના ૬૫.૩૫ ટકા હોલ્ડિંગની કુલ ઈક્વિટીમાં ૭૫ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૩) ૨૦૦ ટકા ડિવિડન્ડ ચૂકવતી અને છેલ્લા પાંચ વર્ષમાં ન્યુનતમ ૪૫ ટકા થી ૫૫ ટકાનો ડિવિડન્ડ પે-આઉટ રેશીયો ધરાવતી (૪) બુક વેલ્યુ માર્ચ,૨૦૧૯ મુજબ રૂ.૫૫૪.૮૪ અને માર્ચ,૨૦૨૦ની અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૨૫ (૫) સંપૂર્ણ વર્ષ ૨૦૧૯-૨૦ની અપેક્ષિત સ્ટેન્ડએલોન શેર દીઠ કમાણી રૂ.૬૪ અને અપેક્ષિત કોન્સોલિડેટેડ શેર દીઠ કમાણી રૂ.૭૦.૧૩સામે  શેર  અત્યારે  એનએસઈ, બીએસઈ પર રૂ.૪૫૩.૮૫ ભાવે માત્ર ૬.૪૭ના પી/ઈએ ઉપલબ્ધ છે. 

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107) 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન લ્લ, મ્મ્, મ્મ્મ્, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે.  (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YhlCOn
via Latest Gujarati News

Post a Comment

0 Comments