કોરોનાની ઝપેટમાં કોરોના વોરિયર્સ પણ આવી રહ્યા છે, દિલ્હી એમ્સના 3 કર્મચારીઓ પણ પોઝિટીવ


નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2020 મંગળવાર

કોરોનાની ઝપેટમાં કોરોના વોરિયર્સ પણ આવી રહ્યા છે. ત્યારે દિલ્હીના એમ્સના ત્રણ કર્મચારીઓ પણ કોરોના પોઝિટીવ સામે આવ્યા છે. આ ત્રણેય કર્મચારીઓના કારણે મુબારકપુરમાં તેમના પરિવારના 13 લોકો પણ તેમના કારણે કોરોના સંક્રમિત થયાં છે અને તેમાં કુટુંબની મહિલાઓ સહિત નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

દિલ્હીના એમ્સના ત્રણ કર્મચારીઓ પણ કોરોના પોઝિટીવ

કુલ 16 લોકો કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. કોટલા મુબારકપુરની કુમ્હાર ગલી જે કોરોનાનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ પહેલા પણ એમ્સની નર્સનો રિપોર્ટ પોઝિટવ આવતાં હોસ્પિટલમાં સેનેટાઇઝિંગની પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને હિંદૂરાવ હોસ્પિટલમાં કોરોના પોઝિટવ નર્સ મળી આવતાં હિંદૂરાવ હોસ્પિટલને સીલ મારવામાં આવી હતી.

દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 29 હજાર 450ને પાર

પીએમ મોદીએ દેશનાં વિવિધ રાજ્યોનાં મુખ્ય પ્રધાનોની સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી જેમાં અનેક મુખ્ય પ્રધાનોએ લોકડાઉનને ત્રણ મે બાદ પણ લંબાવવાની માગણી કરી હતી. કેટલાક રાજ્યોએ આ નિર્ણય લઇ લીધા છે જેમાં તેલંગાણાનો પણ સમાવેશ થાય છે.

આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર પણ રાજ્યોની માગણીને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવી શકે છે. લોકડાઉનનું આ અંતિમ સપ્તાહ છે. મુખ્ય પ્રધાનોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. વીડિયો કોન્ફરન્સ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાનો વચ્ચે ચર્ચા થઇ હતી.

PM મોદીએ દાવો કર્યો હતો કે લોકડાઉનને કારણે દેશમાં ઘણો જ ફાયદો થયો છે. સાથે તેમણે અર્થતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આપણે હવે કોરોના વાઇરસની સાથે અર્થતંત્રને વધુ મહત્વ આપવાની વધુ જરૂર છે.

દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને 29122ને પાર પહોંચી ગઇ છે. તેવી જ રીતે 6647 દર્દીઓને સાજા કરી લેવામાં આવ્યા છે જ્યારે 24 કલાકમાં વધુ 57 લોકોના મોત નિપજ્યા છે અને આ જ સમયગાળામાં કેસોની સંખ્યામાં 1671નો વધારો થયો છે. તો કુલ મૃત્યુઆંક 930 પર પહોંચી ગયો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Su8x0r
via Latest Gujarati News

Post a Comment

0 Comments