લખનૌ, તા.20 એપ્રિલ 2020, સોમવાર
યુપીના સીએમ યોગી આદિત્યનાથના પિતાનુ નિધન થયુ છે. જોકે તેઓ પિતાના અંતિમ દર્શન પણ કરી શક્યા નહોતા.
યોગીએ નિર્ણય લીધો હતો કે, તેઓ લોકડાઉનનુ પાલન કરશે અને પિતાના અંતિમ સંસ્કારમાં સામલ નહી થાય. યોગીએ પોતાના પરિવારના સભ્યોને પણ અપીલ કરી છે કે, લોકડાઉનનુ પાલન કરવા માટે ઓછામાં ઓછા લોકો જ અંતિમ સંસકારમાં સામેલ થાય.
જવા માટેની તૈયારીઓ શ રુ કરી દીધી હતી. જોકે તેમના આશ્ચર્ય વચ્ચે યોગીએ અંતિમ યાત્રામાં નહી જવા માટેનો નિર્ણય લીધો હતો.
યોગીએ પોતાના માતાને લખેલા પત્રમાં કહ્યુ છે કે, અંતિમ ક્ષણોમાં તેમના દર્શનની મને હાર્દિક ઈચ્છા હતી પણ વૈશ્વિક મહારામારી કોરોના સામેની લડાઈમાં યુપીની 23 કરોડની જનતાના હિતમાં ફરજ પાલન કરવા માટે હું અંતિમ સંસ્કારમાં સામેલ નહી થઈ શકું. પૂજ્ય પિતાને નમન કરીને શ્રધ્ધાંલજલિ અર્પી રહયો છું. લોકડાઉન બાદ હું આવીશ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34TOygn
via Latest Gujarati News
0 Comments