ગોવામાં કોરોના વાયરસનું સંક્રમણ અટકી જવાનું હોવાનું કારણ શું છે ?


પણજી, 20 એપ્રિલ,2020, સોમવાર

એક બાજુ મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસ  ચિંતા ઉપજાવે તેવા છે બીજી બાજુ ભારતનું ખૂબસૂરત રાજય ગોવામાં છેલ્લા 15 દિવસથી એક પણ કોરોના  સંક્રમણનો કેસ નહી નોંધાતા કોરોના ફી રાજય બનવા તરફ આગળ વધી રહયું છે. ગોવાના બીચ વેડિંગ સેલિબ્રેશન હોય કે ન્યૂ અર હંમેશા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહયા છે. દેશ અને વિદેશથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી ગોવામાં કોરોના મહામારી વધારે હશે એવું માનવામાં આવતું હતું પરંતુ એક જમાનામાં પોર્ટુગિઝોનું થાણું ધરાવતો ગોવા પ્રદેશ નસીબદાર સાબીત થયો છે.

કોરોનાના વધતા જતા પ્રકોપ વચ્ચે ગત માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ મહિનાની શરુઆતમાં ગોવામાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.  ગત રવીવારે ગોવાની મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક દર્દીને રજા આપવામાં આવતા હવે રાજયમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી.  જો કે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ 24 કલાક પછી દર્દીનો કોરોના ટેસ્ટ લેવામાં આવશે.  ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના જણાવ્યા અનુસાર રાજયમાં 3 એપ્રિલ પછી નવો એક પણ કેસ આવ્યો નથી. ગોવાને કોરોના મુકત બનાવવા માટે સૌ ગોવાની મેડિકલ કોલેજ અને તેના મેડિસિન ડિપાર્ટડમેન્ટ હેડ ડો એડવિન ગોમ્સને ક્રેડિટ આપી રહયા છે.


તેઓ કોરોના વાયરસના દર્દીઓની સારવારની સુવિધા માટે નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. 58 વર્ષના એડવિન ગોમ્સ  કોરોના વાયરસના નિયંત્રણ માટેની કાર્યવાહીમાં કોઓર્ડિનેટર રહીને મેડિકલ પ્રોફેશનલ્સની ત્રણ ટીમોનું નેતૃત્વ કરતા હતા.  આ તબીબ  અને તેમની ટીમે ઘાતક વાયરસથી ગોવાને બચાવવા માટે ખૂબ મહેનત કરી છે.  એડવિનની ઉંમર જોતા તેમને ખુદને પણ સંક્રમણ થવાની શકયતા વધારે હતી તેમ છતાં તેની પરવા કરી ન હતી. તેઓ તેમની ટીમ સાથે કોરોના સંક્રમણ દર્દીઓની નજીક રહેતા હતા.


કોવિડ-19 ની સારવાર માટેની હોસ્પિટલમાં વાયરસના ભય વચ્ચે  કામ કરવા માટે હિંમત અને જાગૃતતા હોવી જોઇએ જે તેમનામાં ઠાંસીને ભરી હતી. ગોવામાં એડગર રેમેડિયોજ કોવિડ-19નો પ્રથમ કેસ હતા તેમના મત મુજબ માત્ર દવા જ નહી ડો ગોમ્સની ટીમ જે રીતે ટ્રીટ કરતી હતી તે પણ સાજા થવામાં મદદરુપ બની હતી. એવું નથી કે ગોમ્સને કોરોના સંક્રમણનો ડર ન હતો પરંતુ તેઓ પોતાની કર્તવ્ય નિષ્ઠાથી હટવા ઇચ્છતા ન હતા. તેઓ ખૂદ જયારે જરુર પડે ત્યારે સ્ટ્રેસ ઓછો કરવાની દવા પણ લેતા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34TGc8K
via Latest Gujarati News

Post a Comment

0 Comments