લખનૌ, તા.2 એપ્રિલ 2020, ગુરૂવાર

કોરોનાના ડરથી આત્મહત્યા કરનારાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે.આ ઘટના પણ યુપીમાં જ બની છે. જ્યાં બે લોકો કોરોનાના ડરથી આપઘાત કરી ચુક્યા છે.

યુપીના શામલીમાં ગુરુવારે હોસ્પિટલના ક્વોરેન્ટાઈન વોર્ડમાં દાખલ થયેલા કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ત્રણ દિવસ પહેલા જ વતનમાં પહોંચેલા યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની થયેલી ફરિયાદ બાદ ક્વોરેન્ટિન વોર્ડમાં દાખલ કરાયો હતો.

યુવકે આત્મહત્યા કર્યા બાદ તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ દર્દીનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ હજી સુધી આવ્યો નથી.

પોલીસનુ જોકે કહેવુ છે કે, યુવક દિલ્હીમાં વ્યવસાય કરતો હતો અને તેને ધંધામાં નુકસાન પણ થયુ હતુ. જેની તપાસ ચાલી રહી છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wN4LaR
via Latest Gujarati News