ઈન્દોર બાદ હવે રાંચીમા કોરોનાના દર્દીને લેવા ગયેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો

રાંચી, તા.2 એપ્રિલ 2020, ગુરૂવાર

દેશમાં  સતત બીજા દિવસે પણ સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરવાની ઘટના બની છે.

ઝારખંડની રાજધાની રાંચીમાં સ્વાસ્થ્ય કર્મીઓ કોરોના પોઝિટિવ મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવા માટે હિંદપીઢી નામના વિસ્તારમાં ગયા હતા. ઈન્ડોનેશિયાથી આવેલી આવેલી આ મહિલા પોઝિટિવ હોવાની જાણકારી સ્વાસ્થ્ય વિભાગને મળ્યા બાદ તેમણે કર્મચારીઓની ટીમ મોકલી હતી. કારણકે મહિલા સારવાર કરવાની જગ્યાએ છુપાઈ રહી હતી.

જોકે અહીંયા સ્થાનિક લોકોએ આ ટીમ પર લાકડીઓ અને ડંડાઓ વડે હુમલો કરી દેતા દોડધામ મચી ગઈ હતી.

આ પહેલા ઈન્દોરમાં ડોક્ટરો પર હુમલો થયો હતો. આ મામલામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.






from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39AVyQ0
via Latest Gujarati News

Post a Comment

0 Comments