આ સમય ધાર્મિક સ્થળોમાં ભેગા થવાનો નથી, રહેમાનની નારાજગી સામે આવી

નવી દિલ્હી, તા.2 એપ્રિલ 2020, ગુરૂવાર

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં  તબલિગી જમાતના કાયક્રમમાં કોરોના પોઝિટિવ દર્દીઓની હાજરી બાદ હવે આખા દેશમાં કોરોનાના ફેલાવાનુ જોખમ વધી ગયુ છે .

આ ઘટનાથી દેશમાં મચેલી હલચલ વચ્ચે બોલીવૂડના મશહૂર સંગીતકાર એ આર રહેમાને પણ નારાજગી વ્યક્ત કરી છે. રહેમાને નામ લીધા વગર નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, ઈશ્વર તમારા હૃદયમાં છે. આ સમય ધાર્મિક સ્થળોમાં ભેગા થઈને અરાજકતા ફેલાવવાન નથી.સરકારની સલાહ માનો. કેટલાક સપ્તાહ માટેનુ સેલ્ફ આઈસોલેશન તમને લાંબી જિંદગી આપી શકે છે. વાયરસને ફેલાવો નહી અને તમારા સાથીદારના નુકસાનનુ કારણ ના બનો.દયાળુ અ્ને વિચારશીલ બનો.તમે લાખો લોકોની જિંદગી બચાવી શકો છે.

રહેમાને કહ્યુ હતુ કે, ભારતના તમામ હોસ્પિટલ અ્ને ક્લિનિકમાં કોરોનાના દર્દીઓની દિલેરીથી સારવાર કરી રહેલા ડોક્ટરો અને નર્સોની કામગીરી હૃદયને સ્પર્શી જનારી છે. તેઓ આપણી જિંદગી બચાવવા માટે પોતાની જિંદગી ખતરામાં નાંખી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39ytZXz
via Latest Gujarati News

Post a Comment

0 Comments