કોરોનાગ્રસ્તની ફક્ત પાંચ મિનિટમાં જાંચ કરી શકાય એ માટે વડા પ્રધાનની પરવાનગી


મુંબઈ,તા.૨ એપ્રિલ 2020, ગુરૂવાર

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે તમામ પ્રયત્ન શરૃ છે. ત્યારે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા રેપિડ ટેસ્ટ માટે પરવાનગી મળી છે, એવી માહિતી આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમ થકી સર્વ રાજ્યના મુખ્યપ્રધાન, આરોગ્ય પ્રધાન અને ગૃહપ્રધાન સાથે સંવાદ કર્યો હતો. આ વેળા તેમણે આપણે રેપિડ ટેસ્ટ માટેની પરવાનગી આપી છે. એવું રાજેશ ટોપેએ જણાવ્યું હતું. આથી કોઈ વ્યક્તિને કોરોના વાઈરસના લક્ષણ છે કે નહિં તેની માહિતી પાંચ મિનિટમાં મળશે.

રાજેશ ટોપેએ આપેલી માહિતી અનુસાર ટેસ્ટિંગ વધારવું જરૃરી છે. એવી અપેક્ષા નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી હતી. પાંચ હજાર ચકાસણી કરવાની આપણા રાજ્યની ક્ષમતા છે. આપણે પહેલાથી રેપિડ ટેસ્ટ માટે પરવાનગી મળી નહતી. હવે તે મળી છે. રેપિડ ટેસ્ટના માધ્યમથી પ્રાથમિક તપાસ એટલે કે સ્ક્રિનિંગ કરતાં તે કોરોનાનો દરદી છે કે નહિં તે માહિતી પાંચ મિનિટમાં મળશે. કોરોના પોઝીટીવ દરદી મળી આવતો તેના લોહીના નમૂના લઈને પાંચ મિનિટમાં સ્પષ્ટ થશે. જેથી તેઓની સારવાર કરી શકાશે. આથી આ બીમારીના દરદીની સંખ્યાનો અંદાજ મળશે અને તેમને આઈસોલેસન કરી શકશે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

પ્રત્યેક જિલ્લામાં કોરોના માટે સ્વતંત્ર હોસ્પિટલનો નિર્ણય લીધો છે. તેનો અમલ કરવાનું શરૃ કરાશે. કોરોનાના દરદીઓ માટે અલગથી હોસ્પિટલ હોવી જોઈએ એવા આગ્રહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો છે. તે પ્રમાણે અમે તૈયારી કરી છે, એવી માહિતી રાજેશ ટોપેએ આપી હતી.  આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે સારા દરજ્જાના સાધનો ઉપલબ્ધ કરી દેવાની વિનંતી આ વેળા ટોપેએ કરી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aGfqCz
via Latest Gujarati News

Post a Comment

0 Comments