તબલિગી જમાતના લોકો દ્વારા તબીબોને ગાળો અને મારપીટ : નિર્લજ્જ લોકો તબીબો પર થૂંક્યા


મુંબઇ, તા.૨ એપ્રિલ 2020, ગુરૂવાર

તબલિગી સમાજના મરકઝના કાર્યક્રમમાં શામેલ ૧૬૭ લોકોને કોરોનાનો સંસર્ગ થયું હોવાનું ધ્યાનમાં આવતા તેમને ક્વોરન્ટાઇન સેન્ટરમાં ખસેડાયા હતા. પરંતુ અહી આ કોરોના પિડિતો તબીબ તેમજ આરોગ્ય કર્મચારીઓ સાથે અસામાન્ય વર્ત કરી રહ્યા હોવાની માહિતી નોર્થન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ આપી હતી.

મરકઝમા સામેલ ૧૬૭ સભ્યોને કોરોનાનો સંસર્ગ જણાતા તેમાના ૯૭ લોકોને ડિઝલ ટ્રેનિંગ સ્કૂલના ક્વોરન્ટાઇન સેન્ટરમાં તો બાકીના ૭૦ લોકોને આરપીએફના ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલી અપાયા હતાં.

પરંતુ સવારથી જ આ લોકો તબીબ તેમજ આરોગ્ય કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરી રહ્યા છે. તેમણે ભોજનની પણ અવાસ્તવિક માંગ કરી હતી. તે  સિવાય તેમણે અહીંના આરોગ્ય કર્મચારીઓ પર તેમજ આસપાસની જગ્યામાં પણ થૂકવાનું શરૃ કર્યું હતું. તે સિવાય તેઓ હોસ્ટેલની ઇમારતની આજુબાજુમાં પણ ફરી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી નોર્થન રેલવેના જનસંપર્ક અધિકારીએ આપી હતી.

જીવનરક્ષક તબીબોનો આભાર વ્યક્ત કરવાની જગ્યાએ તેમની સાથે કરાતુ અસભ્ય વર્તન ખરેખર અશોભનીય હોવાની પ્રતિક્રિયા પણ  ચોમેરથી વ્યક્ત કરાઇ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UYpmks
via Latest Gujarati News

Post a Comment

0 Comments