શૂટિંગ થંભી ગયા : ફિલ્મના કામકાજ ખોરવાયા : લોકડાઉન બોલીવૂડ માટે ખરેખર 'ટેસ્ટિંગ ટાઇમ'


મુંબઇ,  તા.૨ એપ્રિલ 2020, ગુરૂવાર

કોવિડ-૧૯ વાઇરસને લીધે ફાટી નીકળેલા વૈશ્વિક રોગચાળાની અસર સર્વત્ર વ્યાપી છે ત્યારે બોલીવૂડ પણ કેવી રીતે બચી શકે તેની આફટર-ઇફેક્ટથી લોકડાઉન જ્યાં સુધી દૂર નહી થાય ત્યાં સુધી નવી ફિલ્મોની રિલિઝ-ડેટ અંગે પણ કોઇ નિર્ણય નહી થાય. 'લૂપ લપેટા' તાપસી પન્નું અભિનીત 'રશ્મિ રોકેટ', 'સત્યમેવ જયતે-૨' શુકન બત્રાની શિર્ષક વિનાની ફિલ્મ અને એક વિલન જેવી કેટલીક ફિલ્મો આગામી થોડા મહિનામાં રિલિઝ માટે તૈયાર થવાની છે, પણ અત્યારે તો તેની રિલિઝનું કોઇ ઠેકાણું નથી. અત્યારે જે ફિલ્મો થિયેટરમાં રિલિઝ થઇને પડેલી છે, તેમનું શું થશે એ પણ ખબર નથી. આમ અત્યારે તો બોલીવૂડનો સમય 'ટેસ્ટિંગ ટાઇમ' છે.

માત્ર ફિલ્મો જ નહીં, સંખ્યાબંધ ટીવી શોઝ, વેબ સીરિઝનું નિર્માણ જે અત્યાર સુધી ચાલતું હતું એ લોકડાઉનને કારણે અધવચ્ચે જ અટકી પડયું છે, જેમ કે  'રાધે', 'સતરંગી રે', 'ગંગુબાઇ કાઠિયાવાડી', 'દોસ્તાના-૨' 'ભૂલભૂલૈયા-૨', 'જર્સી', 'મુંબઇ સાગા', વિદ્યા બાલન અભિનીત ત્રણ ફિલ્મો 'શેરની', 'નિક્કામાં' અને 'દુર્ગાવતી'નું શૂટિંગ થંભી ગયું છે એમ આ ફિલ્મોના નિર્માતાઓ ઉપરાંત ટીવી શોઝ અને વેબ સીરિઝના સર્જકોને પ્રમાણમાં સારું એવું નુકસાન થયું છે. સેલેટી કોસ્ટ વધતા અને ભાડે રખાયેલા સેટસનું ભાડું પડતાં નિર્માતાઓને ભારે પડી રહ્યું છે. આ બધા જ ખર્ચાને વીમા કંપનીઓએ કવર નથી આપ્યું. ઘણાં ફિલ્મસર્જકોએ અન્ય ધારા અન્વયે વીમા કંપનીઓ પાસેથી નુકસાન ભરપાઇ મળે એ માટે કાર્યરત હોવાના અહેવાલ મળ્યા છે, પણ તેમા કેટલી સફળતા મળે એ જોવાનું છે.

હોલીવૂડ  થ્રિલર 'રન લોલા રન'ની સત્તાવાર રીતે રિમેક બનાવવા ઇચ્છતા 'લૂપ લપેટા'ના એક નિર્માતા તનુજ ગર્ગ કરે છે. આ તો ટેસ્ટિંગ ટાઇમ છે. પછી ભલે પ્રોજેક્ટ રિલિઝ થવાનો હોય કે પછી તેની તૈયારી થતી હોય કે અન્ય પ્રોજેક્ટ અન્ડર- પ્રોડક્શનમાં હોય. અનિશ્ચિતતાને કારણે બધાને અસર થઇ છે. આખી ચેઇન અસરગ્રસ્ત બની છે. આશા રાખીએ પરિસ્થિતિ ઝડપથી થાળે પડે.'

આ સંક્રમણના સમયે  ફિલ્મો યોગમાં તમામ એકબીજાની પડખે છે એમ કહી સાજિદ નડિયાદવાળા ઉમેર્યું હતું કે મારી ફિલ્મના કલાકારો અને શૂટિંગના સહભાગીઓ સાથે અમે પડખે ઉભા છીએ અને ખભે ખભા મિલાવીને આગળ વધવાના છીએ. તેમની ફિલ્મ 'બાગી-૩'માં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધાકપુર છે. આરએક્સ ૧૦૦ રિમેકથી ફિલ્મના અહાન શેટ્ટી કહે છે, 'અક્ષયકુમાર અભિનીત અમારી ફિલ્મ 'બચ્ચે પાંડે'નું કામકાજ પણ અટકી ગયું છે.

અત્યારે 'બચ્ચન પાંડે' ફિલ્મની પટકથા તૈયાર થઇ રહી છે. દિગ્દર્શક ફરહાન શામજી અને તેમની ટીમ 'બચ્ચન પાંડે' સાથે છે. પણ અત્યારે તો આ ફિલ્મના લોકેશન્સ શોધવાનું કામ પણ અટકી પડયું છે. લોકલ ક્રુ જેમને  ભાડે લીધા હતા તેમની ચૂકવણીનું કામ પૂરું થયું છે, એમ સુમાહિતગાર વર્તુળોએ જણાવ્યું છે. 'બાગી-૩' ફિલ્મની નાણાની  ચુકવણીનું કામ પટાવાયું છે.

આરએક્સ ૧૦૦ રિમેક દ્વારા ૨૫૦ ક્રુ સામે મુંબઇમાં શૂટિંગ થનાનું હતું, પણ તે વિલંબમાં પડયું છે  સાજિદે તેની બાકી રકમની ચૂકવણી પણ કરી દીધી 'અમે ટેકનિકલ ટીમને અગાઉથી થોડા નાણાં ચૂકવી દીધા છે, કેમ કે તેમની સાથે રોજિંદા કર્મચારીઓ પણ સંકળાયેલા હોય છે. અત્યારે અમારા પ્રોડક્શન હાઉસની કામગીરી તો અટકી પડી છે, પણ કોઇ પણ માટે નાું સરખું કામ કરવામાં આવે કે મદદ કરવામાં આવે તો તે ઘણું ઉપયોગી બની રહે છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39FHLYC
via Latest Gujarati News

Post a Comment

0 Comments