
- ટિક ટોક ચીનની કંપની છે જ્યારે ઝુમનું સર્વર ચીનમાં હોવાથી આ એપનો ઉપયોગ ન કરવાની સલાહ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 એપ્રિલ 2020, શુક્રવાર
ફક્ત બોલીવૂડના કલાકારો જ નહીં પરંતુ સામાન્ય જનતા પણ ટિક ટોક અને ઝુમ એપનો બિનધાસ્ત ઉપયોગ કરીન ેઆનંદ ઉઠાવી રહી છે. પરંતુ આ બન્ને એપ ચીનના હોવાથી સમજુ લોકો આનો વપરાશ ન કરવાની સલાહ આપી રહ્યા છે. તેવામાં કાર્તિક આર્યન અને એકતા કપૂર ટિકટોક અને ઝુમએપનો વપરાશ કરી રહ્યાની ચર્ચા થઇ રહી છે.
વાત એમ બની છે કે, હાલ કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ટિકટોક પરથી પ્રસારિત થતા આ વીડિયોનો લોકો આનંદ ઉઠાવી રહ્યા છે. પરંતુ ચોક્કસ લોકો આની વિરુદ્ધ છે. કહેવાય છે કે, ટિકટોક ચીનની કંપની છે, હાલચીન કોરોના વાયરસ ફેલાવાનું મુખ્ય મથક બન્યુ ં હોવાથી લોકો ચીનની વસ્તુઓનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી રહ્યા છે.
એક વાત એવી પણ છે કે, ટિક ટોક સાથે જોડાયેલા ચીનના લોકો ભારતીય મનોરંજન ઇન્ડ્સ્ટ્રીને પૈસા આપીને પોતાના આ એપનો પ્રચાર કરાવી રહ્યા છે, પોતે આ રીતે કમાણી કરી રહ્યા છે. ટચૂકડા પડદાના કશાલ ટંડને પણ ટિકટોકનો વિરોધ કર્યો છે.
તો આ બાજુ એકતા કપૂરે મુંબઇની મીડિયા અને ટીવી જગતના મોટા ભાગના કલાકારોને શુક્રવારે ે સાંજે ઝૂૂમ વીડિયો કોન્ફરન્સનું આમંત્રણ આપ્યું હતું. ઘણા પત્રકારોએ પોતાના મોબાઇલ અને લેપટોપ પર ઝૂમ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે એકતા આ કોન્ફરન્સમાં સામેલ થવાની નહોતી.પરંતુ ટચૂકડા પડદાના એક ડઝનથી પણ વધુ એકટર્સો જૂમ એપના પ્રચાર માટે તૈયાર થયા હોવાની વાત છે.
ઝૂમ એપ અમિરેકાની કંપનીનું હોવાનું કહેવાય છે પરંતુ તેનું સર્વર ચીનમાં છે તેમજ વ્યક્તિગત ડાટા ચોરી થવાના પણ પ્રયાસ થઇ શકે હોવાનો ભય છે. હવે મોટા ભાગના ભારતીયોએ માઇક્રોસોફ્ટ અથવા ગુગલ એપનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35eMT5v
via Latest Gujarati News
0 Comments