
બેંગકોક, તા. 27 એપ્રિલ 2020 સોમવાર
કોરોના વાઈરસે આમ તો આખી દુનિયાની અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડ્યું છે પરંતુ સંક્રમણને રોકવા માટે જો લોકડાઉન લગાવવામાં આવે તો તેનાથી મનુષ્યોની સાથે જાનવરો માટે પણ મુશ્કેલી ઉભી થઈ શકે છે. લોકડાઉનના કારણે પર્યટન કારોબારને જે નુકશાન થઈ રહ્યું છે તેની કિંમત અમુક જાનવરોને પોતાનો જીવ ગુમાવીને ચુકવવી પડી રહી છે.

લોકડાઉનના કારણે નથી આવી રહ્યા પર્યટકો
હકીકતે લોકડાઉનના કારણે થાઈલેન્ડમાં સરકારે ગયા મહિને કટોકટી ઘોષિત કરી દીધી હતી જ્યાર બાદ અહીંના પર્યટન સ્થળ સુમસાન થઈ ગયા છે. તેની સૌથી વધુ અસર અહીંના હાથીઓ પર પડી છે. થાઈલેન્ડમાં લગભગ 4000 હાથી એવા છે જેનો ઉપયોગ મોટાભાગે પર્યટકો માટે સફારી જાનવરના રૂપમાં કરવામાં આવે છે.
લોકડાઉનના કારણે હાથીઓને ભોજન મળવામાં મુશ્કેલી
લોકડાઉનના કારણે ત્યાં પર્યટકો આવવાનું બંધ થઈ ગયું છે. એવામાં આ જાનવરોના માલિકો માટે તેમના ખાવાપીવાની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. આ હાથીઓ માટે દરરોજ 200-300 કિલોગ્રામ ભોજનની વ્યવસ્થા કરવી જરૂરી છે જેમાં વધુ ખર્ચ થાય છે. જે તેમના માલિકો માટે કરવા હાલની પરિસ્થિતીમાં મુશ્કેલ છે.

હાથીઓને તેમની જરૂરીયાત પ્રમાણે ભોજન ન મળવાના કારણે તે ખૂબ કમજોર થઈ ગયા છે અને અમુક હાથીઓના મરવાની પણ આશંકા છે.
વર્લ્ડ એનિમલ પ્રોટેક્શને જણાવ્યા અનુસાર થાઈલેન્ડમાં 2000થી વધુ પાલતુ હાથીઓને તત્કાલ મદદની જરૂર છે. સેવા ધ એલિફન્ટ ફાઉન્ડેશનના સંસ્થાપક, લેક ચેલર્ટે આ મામલાને જણાવ્યું કે, ‘જો તેમને સુરક્ષિત રાખવા માટે કોઈ સહાયતા નથી મળી રહી તો આ હાથી ભુખના કારણે મૃત્યુ પામી શકે છે.’
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/357GngE
via Latest Gujarati News
0 Comments