નવી દિલ્હી,  તા.1. એપ્રિલ 2020, બુધવાર

મોદી સરકારના લઘુમતી કલ્યાણ વિભાગના મંત્રી મુખ્યતાર અબ્બાસ નકવીએ મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે, તબલીગી જમાતે તાલીબાની ગુનો કર્યો છે.

નિઝામુદ્દીનમાં કોરોના વચ્ચે પણ તબલીગી જમાતનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા બાદ આખા દેશમાં કોરોના ફેલાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેના પર નિવેદન આપતા નકવીએ હક્યુ હતુ કે, આ પ્રકારના ગુનાને ના તો માફ કરી શકાય તેમ છે અને ના તો નજર અંદાજ કરી શકાય તેમ છે. આ એક ગુનાઈત બેદરકારી છે.


નકવીએ ઓ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આ કૃત્ય જાણી જોઈને કરવામાં આવ્યુ છે.તેમણે સેંકડો લોકોના જીવ જોખમમાં મુકી દીધા છે. આવા લોકો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ જે સરકારના નિર્દેશોનુ પાલન નથી કરી રહ્યા.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R2C54g
via Latest Gujarati News