
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.01 એપ્રિલ 2020, બુધવાર
એકતા કપૂર ટચૂકડા તેમજ રૂપેરી પડદાની સાથેસાથે ઓટીપી પ્લેટફોર્મ પર પણ ફિલ્મો તેમજ વેબ શો પ્રસારિત કરી રહી છે.
એકતાએ પોતાની આગામી ફિલ્મ માટે કાર્તિક આર્યનનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં તો કાર્તિકે તારીખોની સમસ્યા છે કહીને વાત ટાળી દીધી હતી.
પરંતુ પછીથી કાર્તિકે પોતાની ફીમાં વધારો કરીને કહ્યું હતું, જે એકતાને મંજૂર નહોતું.
કહેવાય છે કે, કાર્તિકે વરુણ ધવન અને શાહિદ કપૂર કરતાં પણ વધુ ફી માંગી હતી.
જે એકતાને યોગ્ય લાગ્યું નહોતું. તેથી નિર્માત્રીએ કાર્તિકને લેવાનો વિચાર હાલ પડતો મુક્યો છે.
એકતા મોટા ભાગે કલાકારોની લાયકાત પ્રમાણે જ ફી આપવા માટે જાણીતી છે. પોતાની ફીમાં કારણ વગર વધારો કરે એ એકતાને પસંદ નથી. તે કદી કારણવગર વધુ મહેનતાણુ આપતી નથી. એકતા પોતાની આ વિચારધારા માટે બોલીવૂડમાં જાણીતી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dMoJD5
via Latest Gujarati News
0 Comments