હૃતિક રોશનની સફરનો છઠ્ઠા ધોરણના પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો


(પ્રતિનિધિ દ્વારા)       મુંબઇ,તા.01 એપ્રિલ 2020, બુધવાર

હૃતિક રોશનને નાનપણથી સ્ટેમરિંગની તકલીફ છે. તેમજ તે વિવિધ બીમારીઓનો ભોગ બન્યો છે. છતાં તેણે પોતાની માનસિક રીતે સક્ષમ રાખીને કારકિર્દીમાં આગળ વધ્યો છે.

 તેના જીવનની આ કથનીને છઠ્ઠા  ધોરણના એક પુસ્તકમાં સમાવામાં આવી છે. 

વાસ્તવમાં, વેલ્યુ એજ્યુકેશન બુકમાં સેલ્ફ કોન્ફિડન્સ નામનું એક ચેપ્ટર છે જેમાં હૃતિક રોશનની સફરના બાબતે જણાવામાં આવ્યું છે. આ પુસ્તક હાલ તામિલનાડુ મૈટ્રિકુલેશન સ્કુલામાં યુઝ થઇ રહ્યું છે. 

સોશિયલ મીડિયા પર સ્ટોરીનું પિકચર વાયરસ થઇ ગયું છે અને તેમાં જણાવામાં આવ્યું છે કે હૃતિક કઇ રીતે અભિનેતા બન્યો. તેના દ્રઢ સંકલ્પ અને ઇચ્છા શક્તિને કારણે જ તે પોતાની શારિરિક સસમ્યાઓ સામે જંગ લડીને મુશ્કેલીઓમાંથી બહાર આવ્યો છે. 

સોશિયલ મીડિયાના એક યુઝરે હૃતિક અમને તારા પર ગર્વ છે, તેમ પોસ્ટ કર્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RjyhMr
via Latest Gujarati News

Post a Comment

0 Comments