ગાંધીનગર, તા. 2 એપ્રિલ 2020, ગુરૂવાર
કોરોના વાઇરસને લઇને ગૂજરાત માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી આજ સવાર સુધી એક પણ પોઝિટીવ કેસ નથી આવ્યો.
આરોગ્ય સચિવ જંયતિ રવીએ જણાવ્યું કે આગમી ચારથી પાંચ દિવસ સૌથી અઘરા છે. જ્યંતિ રવી એ જણાવ્યું કે ગુજરાતમાં નવો એક પણ કેસ સામે આવ્યો નથી. અત્યાર સુધી પોઝિટીવ કેસ 87 છે જ્યારે 2 લોકો વેન્ટિલેટર પર છે, જ્યારે 71 જેટલા લોકો સ્ટેબલ છે. ત્યારે 7 લોકો ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જ્યારે 418 લોકો સામે ક્વોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ FIR દાખલ કરવામા આવ્યા છે.
ગુજરાતમાં Covid19ના 87 કેસ
મોત -7, સાજા-7
વડોદરા 1 મોત
●અમદાવાદ:31
●સુરત:12
●રાજકોટ: 10
●વડોદરા:9
●ગાંધીનગર:11
●ભાવનગર :6
●કચ્છ:1
●મહેસાણા -1
●ગીરસોમનાથ -2
●પોરબંદર -3
●પંચમહાલ-1
કુલ 1798 ટેસ્ટ, 9 રિપોર્ટ બાકી
ગુજરાતમાં ગઈકાલ સાંજથી આજ સવાર સુધી એક પણ પોઝિટીવ કેસ નથી આવ્યો
1000 વેન્ટીલેટર વસાવી લેવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આજની તારીખે 2 લોકોને જ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. 738 લોકોની જેટલી ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. SIsco 1400 જેટલા લોકોની વેન્ટીલેટરની ટ્રેનિંગ આપવામા આવી રહી છે. રાજકોટમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ GCCI ખાતે ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ડોક્ટરની ટ્રેનિંગ આપવામા આવી રહી છે.
ક્વોરેન્ટાઈન ડિટેલ
- હોમ ક્વોરેન્ટાઈ 17666
- સરકારી ક્વોરેન્ટાઈ 904
- પ્રાઈવેટ ક્વોરેન્ટાઈ 282
- કુલ 18852 ક્વોરેન્ટાઈનના છે.
વડોદરામાં એક વ્યકિતનું મોત થતા મૃત્યુઆંક 7 પર પહોંચ્યો
વડોદરામાં કોરોનાના કારણે પ્રથમ મોતની ઘટના બની છે. આ કારણે તેથી રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક સાત સુધી પહોંચી ગયો છે..વડોદરાના નિઝામપુરના 55 વર્ષિય વ્યક્તિનુ મોત થયુ છે. નિઝામપુરના વ્યક્તિ શ્રીલંકાની ટુર પર ગયા હતા. અને તેમના પરિવારના ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
ગુજરાતમાં કુલ 7ના મોતની વિગત
અમદાવાદમાં 3ના મોત
ભાવનગરમાં 2નાં મોત
સુરતમાં 1 મોત
વડોદરામાં 1 મોત
લોકલ ટ્રાન્સમિશનના કેસ વધુ
87માંથી 46 કેસ લોકન ટ્રાન્સમિશનના છે જ્યારે અત્યારસુધી નોંધાયેલા 7 મોતમાંથી 3 મોત લોકલ ટ્રાન્સમિશનમાં છે જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલ 2 દર્દી વિદેશ પ્રવાસ કરીને આવ્યા હતા જ્યારે 2 દર્દીઓ બીજા રાજ્યોમાં ફરીને આ ચેપ લઈને ગુજરાત આવ્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UU9rDF
via Latest Gujarati News
0 Comments