ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1700ને પાર, જાણો દેશના કોરોના "હોટ સ્પોટ"

નવી દિલ્હી, તા.1. એપ્રિલ 2020, બુધવાર

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં છેલ્લા બે દિવસમાં ભારે ઉછાળો આવ્યો છે.ભારતમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 1700ને પાર થઈ ગઈ છે.કોરોનાના કારણે 53 લકો મોતને પણ ભેટી ચુક્યા છે.

આવામાં દેશના 10 શહેરો કોરોના વાયરસના હોટ સ્પોટ બની ચુક્યા છે. જે વિસ્તારોમાં 10 કરતા વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ હોય અને આવા જે શહેરમાં સંખ્યાબંધ વિસ્તારો હોય તે શહેરને સામાન્ય રીતે હોટ સ્પોટ કહેવામાં આવે છે.

આવા શહેરોમાં એક દિલ્હી છે.નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનો કેસ સામે આવ્યા બાદ આખા દેશમાં હાહાકાર ફેલાયો છે.

દિલહીનો જ દિલશાદ ગાર્ડન દેશનુ બીજો હોટ સ્પોટ છે. જ્યાં 900 લોકોને ક્વોરેન્ટિન કરાયા છે.

નોએડામાં 37 લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

યુપીનુ મેરઠ પણ હોટ સ્પોટ છે. છેલ્લા 48 કલાકમાં અહીંયા 19 દર્દીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા છે.

મુંબઈ પણ એક મોટુ હોટ સ્પોટ છે.જ્યાં અત્યાર સુધીમાં 93 લોકો કોરોના પોઝિટિવ છે. દક્ષિણ મુંબઈના વર્લી કોલીવાડા વિસ્તારમાં ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા બાદ વિસ્તારને સીલ કરી દેવાયો છે.

પૂણેમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા 50 પર પહોંચી છે. પોલીસે અહીંયા કોઈને એપ્રિલ ફૂલની મજાક કરવાની પણ ના પાડી દીધી છે.

રાજસ્થાનના ભીલવાડામાં કોરોનાના દર્દીઓની સખ્યા 26 છે. રાજસ્થાનના કુલ 83 દર્દીઓમાંથી ભીલવાડાના જ 26 દર્દીઓ છે.

કેરાલાના કાસરગોડમાં 165 કોરોનાના દર્દીઓ.આ સ્થળ સામાન્ય રીતે ટુરિઝમ માટે જાણીતુ છે.

કેરાલાના જ અન્ય એક પથનામથટ્ટીમાં પણ કોરોનાના 12 કેસ સામે આવી ચુક્યા છે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39xPibN
via Latest Gujarati News

Post a Comment

0 Comments