ખુશખબર, ગોવા બાદ દેશનુ આ રાજ્ય પણ થયુ કોરોના મુક્ત

ઇમ્ફાલ, તા.20 એપ્રિલ 2020, સોમવાર

ગોવા બાદ હવે દેશનુ બીજુ એક રાજ્ય પણ કોરોનાથી મુકત થયુ છે.

મોટા રાજ્યો કોરોના સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે પ્રમાણમાં નાના રાજ્યો કોરોના સામેની લડાઈ સફળતાપૂર્વક લડી રહ્યા છે. મણીપુરના મુખ્યમંત્રી એસ બીરેન સિેહે જાણકારી આપતા કહ્યુ હતુ કે, મને એ વાતની ખુશી છે કે, મણીપુર કોરોનાથી મુક્ત થઈ ગયુ છે. અહીંના તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે. તેમના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. હવે નવો કોઈ દર્દી પણ સામે આવ્યો નથી.

મણિપુરમાં કોરોનાના બે દર્દીઓ સામે આવ્યા હતા.જેમાં 23 વર્ષની એક મહિલા બ્રિટનથી પાછી ફરી હતી. 65 વર્ષનો એક દર્દી તબલિગી જમાતના કાર્યક્રમાંથી પાછો ફરીને આવ્યો હતો.

જોકે એ પછી મણીપુરમાં કોરોના વાયરસ ફેલાયો નહોતો. આ બંને દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

આ પહેલા ગોવાના મુખ્યમંત્રીએ પણ આવી જાહેરાત કરી હતી.ગોવામાં પણ કોરોનાના સાત કેસ સામે આવ્યા હતા. તમામને રજા આપી દેવાઈ છે. હવે ગોવામાં કોઈ કેસ નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bqh6R9
via Latest Gujarati News

Post a Comment

0 Comments