
મુંબઇ, તા.20, એપ્રિલ, 2020, સોમવાર
સમગ્ર દેશમાં કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)ના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. છેલ્લા અહેવાલ સુધીમાં કેસની સંખ્યા ૩,૬૦૦ના અંકને આંબી ગઇ હતી. આમ છતાં રાહતની બાબત એ કે રાજ્યના આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ ૧૯ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા માત્ર એક આંકડાની જ છે જ્યારે ૧૭ જિલ્લા એવા છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે એક પણ મોત થયાનું નોંધાયું નથી.
શનિવાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોનાના રૃ. ૬૪૮ કેસ તથા ૨૧૧ કોવિડ દરદીનાં મોત નોંધાયાં હતાં.
આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ એક તરફ કોવિડના સૌથી વધુ પોઝિટિવ કેસ મુંબઇ (૨,૨૬૮), પુણે (૫૪૬) તથા તેમની આસપાસના વિસ્તારોના છે ત્યારે બીજી તરફ કોરોનાના કેટલાક અથવા એક પણ કેસ નોંધાયા ન હોય તેવા વિસ્તારોમાંના ઉદ્યોગો મર્યાદિત રીતે તેમનું ઉત્પાદન તથા પ્રોસેસિંગનું કામકાજ શરૃ કરે ત્યારે સૌથી મોટો પડકાર કોરોનાને ફેલાતો અટકાવવાનો છે એમ જિલ્લા વહિવટીતંત્રએ જણાવ્યુ છે.
પોઝિટિવ કેસ માત્ર એક જ આંકડામાં હોય તેવા રાજ્યના ૧૯ જિલ્લામાં અહમદનગર (નવ કેસ), લાતુર (૮) રત્નાગિરી (૬), અમરાવતી (૬), કોલ્હાપુર (૫), ભિવંડી (૪), ઉસ્માનાબાદ (૩૦), જાલના (૨), જળગાંવ (૨૦), ચંદ્રપુર (૨૦) ઉલ્હાસનગર (૧), ધૂળે (૧), નંદુરબાર (૧), સિંધુદુર્ગ (૧), હિંગોલી (૧) પરભણી (૧), બીડ (૧), વાશિમ (૧) તથા ગોંદિયા (૧)નો સમાવેશ થાય છે.
કોરોના સંબંધી એક પણ મોત નોંધાયું ન હોય તેવા ૧૭ જિલ્લામાં ઉલ્હાસનગર, ભિવંડી, રાયગઢ, સાંગલી, સિંધુદુર્ગ, જાલના, હિંગોલી, પરભણી, લાતુર, ઉસ્માનાબાદ, બીડ, વાશિમ, ગોંદિયા તથા યવતમાળનો સમાવેશ થાય છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eCGZ2k
via Latest Gujarati News
0 Comments