
મુંબઇ,તા. ૨ એપ્રિલ 2020, ગુરૂવાર
મુંબઇના સૂમસામ રસ્તાઓ પર એક કલાકાર આ દિવસોમાં ઝોળીમાં બિસ્ક્ટિો લઇને કુતરાઓને ખવડાવતો જોવા મળી શકે એમ છે. જેવા ૧૦-૧૨ કુતરાઓ ભેગા થાય એ સાથે જ તે સાથે લાવેલો તેમનો આહાર સડકની એક બાજુ તેમને પરોસે છે. લોક ડાઉન પછી મુંબઇના કુતરાઓ એ કબૂતરોને પણ સમયસર ખાવાનું મળવામાં તકલીફ થઇ રહી છે.
કુંડલી ભાગ્યમાં હૃષભનું પાત્ર ભજવતો મનિત જોરા એનિમલ્સ મૈટર ટૂ મી (એએમટીએમ)ના સહયોગ થી કુતરાઓને ખાવાનું ખવડાવી રહ્યો છે. તે સરકાર દ્વારા દર્શાવેલા તમામ સૂચનોનું પાલન કરવાની સાથેસાથે પૂરા શહેરમાં કુતરાઓને ખાવાનું ખવડાવવા માટે મુંબઇ પોલીસ પાસેથી અનુમતિ પણ લીધી છે.
તેણે જણાવ્યું હતું કે, પ્રાણીઓ આપણા સમાજના એટલા જ મહત્વનો હિસ્સો છે જેટલા આપણે છીએ. પાળતુ પશુઓ તો તેમના માલિકો સાથે રહેતા હોય છે, પરંતુ જે બહાર છે તેઓ ભૂખા ન મરે તેનો ખ્યાલ રખાઇ રહ્યે છે. હું એએમટીએમનો આભાર માનુ થું કે તેમણે કુતરાઓની સ્થિતિની ગંભીરતા સમજી અને આ અભિયાનનું સમર્થન કર્યું. મારી પાસે પણ ઘરમાં એક પાળેલો કુતરો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39COouO
via Latest Gujarati News
0 Comments