કોરોનાના નવા 81 દરદી મળી આવતાં મહારાષ્ટ્રમાં સંખ્યા વધીને 416 થઈ


મુંબઈ તા. 2 એપ્રિલ 2020, ગુરૂવાર

કોરોના વાઈરસના  મહામારીમાં  મુંબઈમાં  દરદીઓની સંખ્યામાં  સતત વધારો   થતાં રાજ્ય  સરકાર  ચિંતિત  છે. આજે  દિવસભર  મહારાષ્ટ્રમાં  નવા ૮૧ દરદી  મળી આવતાં દરદીઓની સંખ્યા ૪૧૬  ઉપર  પહોંચી  છે.  એમાં  મુંબઈમાં  ૫૭ દરદી  છે.  આ સિવાય  આજે  મુંબઈમાં   ત્રણનું મોત થતાં   રાજ્યમાં   મરણાંક ૧૯  થયો  છે. કોરોનાના  દરદીઓની  વધતા આકડાને લીધે  નાગરિકોમાં  ભયનું  વાતાવરણ   ફેલાયું  છે.  માત્ર નિયમનું પાલન કરો અને  ઘરમાં સુરક્ષિત રહો. એવી અપીલ   પ્રશાસન  દ્વારા કરવામાં આવે  છે.  મુંબઈમાં  ૧૯૧  ઠેકાણે  સીલ કરાયું હોવાનું પાલિકાએ  જણાવ્યું હતું. 

આરોગ્ય  મંત્રાલયે  આપેલી  માહિતી અનુસાર રાજ્યમાં આજે નવા ૮૧  કોરોનાના  પોઝીટીવ  દરદી મળી આવ્યા  છે. આથી  મહારાષ્ટ્રમાં  કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪૧૬ થઈ  છે.  એમાં  મુંબઈમાં ૫૭, અહમદનગરમાં  ૯,  પુણેમાં  ૬, અને બુલઢાણામાં  - ૧નો સમાવેશ  થાય  છે.

આ  સિવાય  આજે ત્રણ  દરદીના  મોત થયા  હતા. આ  ત્રણેય  મુંબઈના  છે. આથી રાજ્યમાં  મરણઆંક વધીને ૧૯ ઉપર પહોંચ્યો  છે. 

મુંબઈમાં  સતત વધતાં  કોરોનાના  દરદીના  લીધે  નાગરિકોમાં  ભયનું  વાતાવરણ  ફેલાયું  છે.  ધારાવીમાં  પણ કોરોના દરદી મળતાં  હોવાથી  વહીવટીતંત્રની  ઊંઘ હરામ  થઈ ગઈ  છે.  કારણ ક કે અહી લાખોની  સંખ્યામાં  લોકો રહે  છે. બુધવારે  ધારાવીમાં  રહેતા ૫૬ વર્ષીય  કોરોનાનો દરદી મૃત્યુ  પામ્યા  હતો.  ધારાવાથી  મળી આવ્યો હતો.  તે પાલિકામાં  કામ કરતો કર્મચારી  છે. પાલિકાનો  કોરોનાગ્રસ્તના પરિસરને સીલ કર્યું  છે એમ પાલિકાના કમિશનરે મ જણાવ્યું  હતું.

મુંબઈમાં  કોરોનાના દરદી  મળી આવ્યા  છે. તેવા ૧૯૧   ઠેકાણે  સીલ કરાયું છે. ત્યાં  લોકોને બહાર નીકળવા દેવાતા નથી.  ત્યાં  ૨૪ કલાક પોલીસ તહેનાત  કરાઈ  છે.  એટલું જ નહિ ત્યાં સી.સી.ટી.વી.  કેમેરાની  ગોઠવણ  કરાઈ  છે. જેથી ત્યાંની હિલચાલ  પર નજરે રાખી શકાશે,  એમ  પાલિકાના કમિશનર  પ્રવીણ પરદેશીએ  જણાવ્યું  હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aFl9c0
via Latest Gujarati News

Post a Comment

0 Comments