
મુંબઇ,તા. ૨ એપ્રિલ 2020 ગુરૂવાર
લોકડાઉનના કારણે લોકોના જીવન પ્રભાવિત થઇ રહ્યા છે. જેમાં પીઢ અભિનેત્રી નફીસા અલીનો પણ સમાવેશ થયો છે. તે દિલ્હીથી ગોવા પોતાની પુત્રીને ત્યાં ગઇ હતી, અને આ પછી લોકડાઉન થવાથી ત્યાં જ ફસાઇ ગઇ છે.
૬૩ વર્ષીય અભિનેત્રીએ સોશિયલ મીડિયાના એક પોર્ટલને જણાવ્યું હતું કે, હાલ ગોવામાં સંપૂર્ણ બંધ છે, તેવામાં અમને મોરિઝમમાં રેશનિંગ અને દવાઓ નથી મળી રહી. અહીં પરચૂરણ કિરાણાની દુકાનો છેલ્લા છ દિવસથી બંધ છે. હું કેન્સર સર્વાઇવર છું અને મને યોગ્ય અને સમતોલ આહારની વધુ જરૃર છે. હું છેલ્લા ઘણા દિવસોથી ફક્ત સુકુ ખાવાનું જ ખાઇ રહી છું. અમને કોઇ શાક કે ફળ ઉપલબ્ધ થતા નથી. અમે લોકોથી સાવ અલગ થઇ ગયા છીએ. હાલ હું મોરિઝમમાં છું અને અહીંના લોકોની સ્થિતિ બહુ ખરાબ છે.
અદાકારાએ એ પણ જણાવ્યું હતું કે, મારા દોહિત્રીઓની શાળા બંધ છે. મારી પુત્રીને મારા સ્વાસ્થયની ચિંતા થતી હોવાથી મને તેમની સાથે સમય પસાર કરવા બોલાવી હતી. એ દરમિયાન લોકડાઉન આવી જતાં અહીં બધુ બંધ થઇ ગયું છે. દવાઓની ડિલિવરીઓ પણ થતી નથી, હું દવાઓ વગર અટકી પડી છું. મારી પાસે હાલ કોઇ દવા નથી, જે મારા સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે. મારે દવા લેવા છેક પણજી જવું પડે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39FX6Is
via Latest Gujarati News
0 Comments