
મુંબઇ,તા. ૨ એપ્રિલ 2020, ગુરૂવાર
બોલીવૂડની અભિનેત્રીઓ દક્ષિણની ફિલ્મોમાં કામ કરવા માટે રસ લેવા લાગી છે. દક્ષિણના સુપરસ્ટાર ગણાતા મહેશ બાબુની આગામી ફિલ્મ માટે કિઆરા અડવાણી તેમજ સારા અલી ખાનના નામની ચર્ચા છે.
ફિલ્મ દિગ્દર્શક પરશુરામની ફિલ્મ હીથા ગોવિંદમની તૈયારી થઇ રહી છે. આ માટે પહેલા પૂજા હેગડે, સમથા અકિનિની તેમજ કિર્થિ સુરેશના નામની અટકળ હતી. જોકે હવે ફિલ્મસર્જકની નજર બોલીવૂડની બે અદાકારાઓ પર પડી છે. જેમાં કિઆરા અને સારાનું નામ છે.
મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, કિઆરા આ રોલ મેળવી જાય તેવી શક્યતા છે. કિઆરાએ ૨૦૧૮માં મહેશ સાથે ભારત એની નીનુમાં કામ કર્યું છે, જે રૃપેરી પડદે હિટ ગઇ હતી. જોકે હાલ કિઆરા પાસે ઘણી હિંદી ફિલ્મો છે તેથી તે તારીખની સમસ્યાને કારણે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરે તેવી પૂરી શક્યતા છે. તેથી ફિલ્મસર્જકે બીજા વિકલ્પ તરીકે સારા અલી ખાનનો સંપર્ક કરવાનો વિચાર કરી રાખ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bNA2ZX
via Latest Gujarati News
0 Comments