
મુંબઇ,તા. ૨ એપ્રિલ 2020, ગુરૂવાર
દુનિયા આખી કોરોના વાયરસના ઝપાટામાં આવી છે. ત્યારે ભારતભરના લોકોએ આર્થિક સહાય કરવામાં ઉત્સાહ દાખવી રહ્યા છે. અજય દેવગણે પોતાની પ્રોજકશન કંપની તરફથી પીએમ કેયર્સ ફંડમાં રૃપિયા ૧. ૧૦ કરોડનું દાન કરી ચુક્યો છે.અને હવે ફરી તેણે મનોરંજન ઉદ્યોગના મજૂરો માટે આર્થિક સહાય આપવાની ઘોષણા કરી છે.
દેશભરમાં લોકડાઉન થવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દૈનિક વેતન મેળવનારા લોકો બેરોજગાર થઇ ગયા છે.તેમને બે ટંક ખાવાના પણ ફાંફા પડી ગયા છે. તેથી આ લોકોની મદદ માટે સલમાન ખાન, રોહિત શેટ્ટી બાદ હવે અજય દેવગણ પણ વહારે આવ્યો છે. અજયે આ મજૂરો માટે રૃપિયા ૫૧ લાખ રૃપિયાનું દાન આપ્યું છે.
તો બીજી બાજુ કંગના રનૌતે પીએમ કેયર્સ ફંડમાં રૃપિયા ૨૫ લાખ તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મજૂરો માટે રાશન પહોંચાડયું છે. તેની બહેન રંગોલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે, કંગનાએ પણ પીએમ કેયર્સમાં રૃપિયા ૨૫ લાખની આર્થિક સહાય પહોંચાડી છે. તેમજ દૈનિક વેતન મજૂરોના પરિવારોને રેશનિંગ આપ્યું છે.
રંગોલીએ વધુમાં એમ પણ જણાવ્યું હતુ ંકે, અમારા પરિવારનો દરેક સભ્ય પોતપોતાની રીતે આર્થિક મદદ આપી રહ્યો છે. મારી માતાએ પોતાનું એક મહિનાનું પેન્શન દાનમાં આપ્યું છે. આપણા રાષ્ટ્ર માટે કરી છૂટવાની આપણી ફરજ છે. આપણને જરૃરિયાત લોકોને કરી છુટવાની તક મળી છે તેનો સદઉપયોગ કરવો જોઇએ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39ECX5I
via Latest Gujarati News
0 Comments