
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.03 એપ્રિલ 2020, શુક્રવાર
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન વિશે વારંવાર ચર્ચા થયા કરે છે. જોકે તેમના કે તેમના પરિવાર તરફથી લગ્ન વિશે કોઇ સત્તાવાર નિવેદન આપતું નથી. હવે પણ તેમના લગ્નની ચર્ચા ફરી શરૂ થઇ ગઇ છે.
તાજા રિપોર્ટસ માનીએ તો, આલિયા અને રણબીરના લગ્ન અંગે બન્નેના પરિવારોએ ચર્ચા કરીને તારીખ નક્કી કરી લીધી છે. તેમના લગ્ન આ વરસના ડિસેમ્બરના અંતમાં કરવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
રણબીર અને આલિયાના લગ્નની વિધિ ૨૧ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. જે ચાર દિવસ સુધી ચાલશે. પહેલા એવી વાત હતી કે આ યુગલ ડેસ્ટિનેશન લગ્ન કરશે, પરંતુ કરોના વાયરસના પ્રકોપને કારણે તેઓએ હવે મુંબઇમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.
રણબીરના પિતા ઋષિ કપૂરની તબિયત હવે સારી હોવાથી બન્ને પરિવાર લગ્ન આટોપી લેવા માગે છે.
જોકે આ વખતે પણ બન્નેના પરિવાર તરફથી કોઇ સમર્થન આવ્યું નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V3qUtt
via Latest Gujarati News
0 Comments