શાહરૂખે કોરોના વાઈરસ સામે જંગ જીતવા તિજોરી ખુલ્લી મુકી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.03 એપ્રિલ 2020, શુક્રવાર

ભારત હાલ કોરોના વાયરસના પ્રકોપ સામે લડત લડી રહ્યો છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થા પર પણ ભારી અસર પડી છે. એવામાં લોકો પોતાની રીતે  જરૂરિયાતોને મદદ પહોંચાડી રહ્યા છે. અત્યાર સુધી  શાહરૂખ ખાન આ સદકાર્ય માટે આગળ આવ્યો નહોતો તેથી તેની સોશિયલ મીડિયા પર ટીકા પણ થઇ હતી. પરંતુ હવે કિંગ ખાને જરૂરિયાતો માટે પોતાની તિજોરી ખુલ્લી મુક્કી દીધી છે. 

શાહરૂખે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે, તેની આઇપીએલ ટીમ કોલકાતા નાઈટરાઇડર્સ, એન્ટરટેઇનમેન્ટ કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને રેડ ચિલિઝ વીએફએક્સ અને એનજીઓ મીર ફાઉન્ડેશને મદદ આપી છે. 

શાહરૂખે ગુરુવારે સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ પર જણાવ્યું હતું કે,હાલની કટોકટી પરિસ્થિતિમાં  લોકો થાક્યા વગર કામ કરી રહ્યા છે, તે આપણે સહુ જાણીએ છીએ. છતાં આપણે તેમને તેઓ એકલા છે તેવી ભાવના ન થવા દઇએ. આપણે એ સુનિશ્ચિત કરીએ કે આપણે એક-બીજાનું ધ્યાન રાખશું. પૂરો દેશ અને દરેક ભારતીય એક પરિવારની માફક છે. આ પોસ્ટ સાથે તેણે એક લેટર પોસ્ટ કર્યો છે. તેમાં તેના સંગઠન કઇ રીતે આર્થિક સહાય આપશે તેની જાણકારી આપી છે. 

પીએમ-કેયરસ્ ફંડમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, જુહી ચાવલા અને જય મહેતાની આઇપીએલ ટીમ કોલકાતા નાઇટરાઇડર્સ તરફથી આર્થિક સહાય આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં ગોરી ખાન અને શાહરૂખ ખાનની કંપનીરેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ  તરફથી ડોનેશન આપવામાં આવશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UH3Q4Q
via Latest Gujarati News

Post a Comment

0 Comments