
- અન્ય તમામ રેગ્યુલર બેંકિંગ સર્વિસિઝ-સેવાઓ આરટીજીએસ, એનઈએફટી અન્ય રીટેલ પેમેન્ટ્સ સિસ્ટમ્સ સહિત રાબેતા મુજબના કલાકો-સમય મુજબ ચાલુ રહેશે
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર
કોરોના મહામારીના ચાલતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મની માર્કેટના કામકાજના કલાકોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ ૭,એપ્રિલ ૨૦૨૦ (મંગળવાર)થી ૧૭,એપ્રિલ ૨૦૨૦(શુક્રવાર) સુધી આ બન્ને દિવસો સહિત કામકાજનો સમય સવારે ૧૦ વાગ્યા થી બપોરે બે વાગ્યા સુધીનો જ રહેશે. જે મુજબ જે માર્કેટોના સમય સવારે ૧૦ થી બપોરે બે વાગ્યા સુધીનોરહેશે એમાં કોલ/નોટીસ/ટર્મ મની, ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં માર્કેટ રેપો, ટ્રી-પાર્ટી રેપો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, કમર્શિયલ પેપર અને સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ, રેપો ઈન કોર્પોરેટ બોન્ડસ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ(સેન્ટ્રલ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ અને ટ્રેઝરી બિલ્સ), ફોરેન કરન્સી(એપસીવાય)/ઈન્ડિયન રૂપી(આઈએનઆર), ટ્રેડઝ ફોરેક્સ ડેરિવેટીવ્ઝ( માન્ય શેરબજારો પર થતાં ટ્રેડીંગ સિવાય) સહિત, રૂપી ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટીવ્ઝ( માન્ય શેરબજારો પર થતાં ટ્રેડીંગ સિવાય)નો સમાવેશ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાઈરસ મહામારીથી આવી પડેલી અણધારી આફતથી જરૂરી લોકડાઉનો, સોશિયલ ડિસ્ટન્સિંગ, લોકોની અવરજવર પર નિયંત્રણો, વર્ક ફ્રોમ હોમ અને બિઝનેસ કન્ટીન્યુટી પ્લાન્સને કારણે ફાઈનાન્શિયલ માર્કેટસની કામગીરી પર વિપરીત અસર પડી છે.
કર્મચારીઓ અને આઈટી સ્ત્રોતો પર મોટી અસર પડી છે, જેથી કામગીરી અને લોજીસ્ટિક જોખમો આવી પડયા છે. ઓછી પ્રવૃતિથી બજારની પ્રવાહિતા પર અસર પડી છે અને ફાઈનાન્શિયલ ભાવોમાં અફડાતફડી વધી છે. આ જોખમોને ઓછા કરવા અને માર્કેટ પાર્ટિસિપન્ટસ પર્યાપ્ત ન્યુનતમ ચીવટ અને સુપરવાઈઝરી કંટ્રોલ્સ રાખી શકે એની ખાતરી કરવા અને લોકોની સલામતી માટે ટ્રેડીંગ કલાકો ઘટાડવાનો નિર્ણય લેવાયો હોવાનું રિઝર્વ બેંકે જણાવ્યું છે.
ગ્રાહકો માટે અન્ય તમામ રેગ્યુલર બેંકિંગ સર્વિસિઝ-સેવાઓ આરટીજીએસ, એનઈએફટી અન્ય રીટેલ પેમેન્ટ્સ સિસ્ટમ્સ સહિત રાબેતા મુજબના કલાકો-સમય મુજબ ચાલુ રહેશે, એવી સ્પષ્ટતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dVHjIQ
via Latest Gujarati News
0 Comments