
નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2020 શનિવાર
કેન્દ્ર સરકારે આજે દેશની તમામ દુકાન ખોલવાના શરત સાથે આદેશ આપ્યા છે. ગૃહમંત્રાલયના નવા આદેશ મુજબ શહેરી ક્ષેત્રોમાં સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ દુકાનો ખોલી શકાશે. તેમાં ગલી મોહલ્લાની દુકાનો તથા સ્ટેન્ડ એલોન શોપ અને નિવાસી પરિસરમાં બનેલી દુકાનોનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે આજે દેશની તમામ દુકાન ખોલવાના શરત સાથે આદેશ આપ્યા
સરકારે જણાવ્યું હતું કે, હોટસ્પોટ જાહેર કરાયા હોઈ તેવા વિસ્તારો અને કન્ટેઇનમેન્ટ કરાયા હોઈ તેવા વિસ્તારોમાં કોઈ પણ દુકાનો કે ધંધા રોજગારને શરુ કરવામાં આવશે નહિ. હાલની પરિસ્થિતિએ આવા તમામ સ્થળોએ દુકાનો બંધ જ રહેશે. જો કે શહેરોમાં માર્કેટ કોમ્પલેક્સ, મલ્ટિબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ ખોલી શકાશે નહીં. આ તમામ દુકાનો અડધા કર્મચારીથી કામ ચલાવશે. તેમણે માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
હોટસ્પોટ જાહેર કરાયા હોય તેવા વિસ્તારો અને કન્ટેઇનમેન્ટ કરાયા તે વિસ્તારની દુકાનો પર પ્રતિબંધ
ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં દેશમાં 24 હજારથી વધારે કોરોનાના કેસ સાથે કુલ 780 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 6 હજાર 800થી વધારે છે. જ્યારે 301થી વધારે લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્ર બાદ ગુજરાત દેશમાં બીજા નંબરે છે. ગુજરાતમાં કોરોનાના 2 હજાર 800થી વધારે કેસ નોંધાયા છે. જ્યારે કે 127 જેટલા લોકોના મોત કોરોનાથી થયા છે. ગુજરાત બાદ દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં કોરોનાના 2 હજાર 500થી વધારે દર્દી નોંધાયા છે. જ્યારે કે 53 જેટલા લોકોના મોત થયા છે. દેશના ત્રણ રાજ્યમાં સતત વધી રહેલા કેસ બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S5M49D
via Latest Gujarati News
0 Comments