અમિતાભ અને આયુષમાનની ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની વિચારણા ?


(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ,તા. 28 એપ્રિલ 2020, મંગળવાર

લોકડાઉનના કારણે દેશમાં ફિલ્મોની રિલીઝ અટકી પડી છે. દિગ્દર્શક સુજીત સરકારની અમિતાભ બચ્ચન અને આયુષમાન ખુરાનાની ગુલાબો સિતાબો ૧૮ એપ્રિલના રિલીઝ થવાની હતી.

ફિલ્મ ગુલાબો સિતાબોના દિગ્દર્શક સુજીત સરકારે જણાવ્યું હતું કે આ ફિલ્મ રિલીઝનો નિર્ણય ૩ મે પછી લેવામાં આવશે. તેમને તો એક ફિલ્મસર્જક તરીકેઆ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તે જ ઇચ્છા છે. પરંતુ પોતે આ ફિલ્મને ડિજિટલ રિલીઝ કરવા પણ રાજી છે. 

હાલ સુજિત પોતાના નજદીકના લોકો સાથે કોલકાતામાં છે. તેણે જણાવ્યું હતું કે, એક ફિલ્મકાર તરીકે તો મારી ઇચ્છા છે કે આ ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવી જોઇએ. પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં આગળ શું થશે તે કાંઇ કહી શકાય એમ નથી. જો જરૂરત પડશે તો હું મારી ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પણ રિલીઝ કરવા તૈયાર છું. જોકે આ નિર્ણય તો ૩ મે પછી જ લેવાશે. પરંતુ હવે મળેલા સમચાાર મુજબ મુંબઇમાં તો ૧૮મે સુધી લોકડાઉન લંબાવામાં આવ્યું છે જેથી હાલના હાલાત પર આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેમ લાગતું નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VO7V7U
via Latest Gujarati News

Post a Comment

0 Comments