અમદાવાદમાં કોરોનાએ ઉથલો માર્યો: નવા સાત કેસ નોંધાયા, જાણો કયા વિસ્તાર છે હોટ સ્પોટ

અમદાવાદ, તા. 3 એપ્રિલ 2020 શુક્રવાર

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત રહ્યો છે. આજે અમદાવાદમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે કાલુપુર અને બાપુનગર વિસ્તારના છે. કોરોના દર્દીમાં મહિલા 60 વર્ષ, પુરૂષ 35 વર્ષ, બીજી મહિલા 30 વર્ષ અને 7 વર્ષની દીકરીને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ લોકો કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા હતા. કાલુપુર ભંડેરીની પોળના 4 અને એક માતાવાડી પોળનો કેસ છે. 

આજે ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધુ 7 કેસ નોંધાયા હતા. જેમાં તમામ કેસ અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યામાં વધારો થયો છે.

વાઈરસનું સંક્રમણ અટકવાનું નામ જ લેતું નથી. દરરોજ Corona સંક્રમિતોની સંખ્યા સતત વધતી જ રહી છે. Corona વાયરસનો હાહાકાર ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં પોતાની કાળ પછેડી ફેરવી રહી છે.

લોકો જો લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરે તો કોરોનાના કેસોને હજુય ઘટાડી શકાય તેમ છે. લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. જરૂર ન હોય તો ઘરની બહાર જવાનુ ટાળવુ. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો .રાજ્ય આરોગ્ય વિભાગ કોરોના વધુ પ્રસરે નહીં તે માટે શક્ય પ્રયાસો કરી રહી છે પણ તેમાં લોકોનો સહયોગ જનજાગૃતિ ય અતિજરૂરી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R6LM1w
via Latest Gujarati News

Post a Comment

0 Comments