રમઝાનમાં ઘરમાં રહીને જ નમાજ પઢો અને રોઝા છોડો


મુંબઈ,  તા. 19 એપ્રિલ 2020, રવિવાર

લોકોનો મોટો સમુદાય ભેગો થતો ટાળી કોરોના વાયરસનો પ્રસાર રોકવા મહારાષ્ટ્ર સરકારે એક એડવાઈઝરી બહાર પાડી રમઝાન દરમ્યાન મુસ્લિમોને ઘરે જ નમાજ પઢવા અને રોઝા (ઉપવાસ) છોડવા જણાવ્યું છે.

લઘુમતિને લગતી બાબતોના ખાતાના એડીશનલ ચીફ સેક્રેટરી જયશ્રી મુખરજીએ એડવાઈઝરીમાં ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે મસ્જિદોમાં મોટી સંખ્યામાં ભેગા થઈ નમાજ ન પઢવાનું સમાજના બહોળા હિતમાં છે. કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રાલયે પણ રમઝાનમાં નમાજ પઢવા અને ઈફતાર માટે સમુહમાં ભેગા ન થવાની મુસ્લિમોને અપીલ કરી છે.

આખા દેશમાં ૩ મે સુધી લોકડાઉન લંબાવાયો છે. એ દરમ્યાન તમામ ધર્મના અનુયાયીઓને તહેવારો જાહેરમાં ઉજવવાની અને પુજા સ્થલોમાં સામુહિક રીતે પુજા- અર્ચના કરવાની મનાઈ ફરમાવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ જુદી જુદી અપીલોમાં ધર્મગુરુઓ અને આગેવાનોને  મેળાવડાઓ ન યોજવાનો અનુરોધ કર્યો છે.

મહારાષ્ટ્રના લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે પણ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે મુસ્લિમોએ ઈફતાર માટે કે નમાઝ પઢવા બિલ્ડીંગોના ગ્રાઉન્ડ કે ટેરેસમાં પણ ભેગા ન થવું. લોકડાઉનના નિયમોનું બધાએ ચુસ્તપણે પાલન કરવું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34POD4O
via Latest Gujarati News

Post a Comment

0 Comments