અખબારો પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નથી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.19  એપ્રિલ 2020, રવિવાર

કેન્દ્ર ,સરકારે લોકડાઉનના સમયમાં જારી કરેલા માર્ગદર્શિકામાં પ્રસાર માધ્યમથી છપાઇ અને વિતરણને અત્યાવશ્યક સેવા તરીકે સવલત આપી છે. જોકે શનિવારે જારી કરેલા સુધારિત પરિપત્રકમાં અખબારી અને મેગેજીનને  ઘરે ઘરે વિતરણ કરવા પર પ્રતિબંધ છે. એટલે કે તેઓ પેપર સ્ટોલ્સ પર અખબાર લઇ શકે છે. રાજ્ય શાસનના આ નિર્ણય બાદ વૃત્તપત્ર સંગઠનાએ વિરોધ દર્શાવ્યો હતો. આ નિર્ણય પર ફરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અખબારો  પર કોઇ પણ પ્રતિબંધ નથી. પણ મુંબઇ, પુણેના રેડ ઝોનમાં અખબાર વિતરણ યોગ્ય દેખાતુ નથી. કેટલાક અખબારોના સંપાદકો (તંત્રી) સાથે ચર્ચા કરી હતી. તેઓને સમજાવ્યા છે. મુંબઇ, પુણે સિવાય રાજ્યમાં અખબાર વિતરણ શરૂ કરવનો વિચાર શરૂ છે. એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ ંહતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34P0n7v
via Latest Gujarati News

Post a Comment

0 Comments