નાયર હોસ્પિટલને મુંબઇની માત્ર કોવિડ માટેની જ અલાયદી હોસ્પિટલમાં પરિવતત કરાશે


- ટાસ્ક ફોર્સે લીધેલો નિર્ણય: મેડિકલની તમામ શાખાના બાહોશ ડોક્ટરો, ૫૦૦ બેડનું આઇસીયુ, ૮૦૦ બેડનો આઇસોલેશન વોર્ડ ઉપલબ્ધ થશે

મુંબઇ, તા.19 એપ્રિલ 2020, રવિવાર

મહાનગર મુંબઇમાં કોરોનાવાઇરસ (કોવિડ-૧૯)ના કેસ વધતા જાય છે ત્યારે છેવટે તેને અત્યંત યોગ્ય એવી  ૧૩૦૦ બેડ, ૫૦૦ બેડ ધરાવતું આઇસીયુ, પોતાનો આઇસોલેશન વોર્ડ, એમેઆરઆઇ તથા સીટી સ્કેન માટેના અત્યાધુનિક મશીનો તથા મેડિકલની તમામ શાખાઓના અત્યંત નિષ્ણાંત ડોક્ટરો એક છત હેઠળ જ હોય તેવી માત્ર અને માત્ર કોવિડ-૧૯ માટેની જ અલાયદી હોસ્પિટલ ઉપલબ્ધ થશે.

મેડિકલ કોલેજ ધરાવતી બીવાયએલ નાયર હોસ્પિટલ માત્ર કોવિડ માટે જ મુકરર કરાયેલી મુંબઇની સૌ પ્રથમ હોસ્પિટલ હશે. આ અંગેનો નિર્ણય ખાસ નિયુક્ત કરાયેલા ટાસ્ક ફોર્સે ગઇકાલે (શનિવારે) લીધો હતો પરંતુ નાયરને કોવિડ માટેની અલાયદી હોસ્પિટલમાં પરિવતત કરવાના પ્લાન સામે તેના ડોક્ટરોએ વિરોધ દર્શાવતા આ વિશેની જાહેરાત હજુ કરાઇ નથી.

મુંબઇ મહાનગરપાલિકાની સૌથી મોટી હોસ્પિટલો પૈકીની એક નાયર હોસ્પિટલ આવતીકાલ (સોમવાર)થી તેના તમામ બિનકોવિડ દરદીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવા શરૂ કરશે. આ સાથે જ કસ્તુરબા તથા સેવનહિલ્સ હોસ્પિટલોની કુલ ક્ષમતા કરતા બમણી ક્ષમતાની કોવિડ-૧૯ માટેની મુંબઇની સૌથી મોટી હોસ્પિટલ માટેનો માર્ગ મોકળો થશે.

અત્યારે પાલિકાની કોરોના સામેની લડતમાં આઇસીયુ બેડ તથા આ બિમારીના દરદીઓની સારવાર માટે જરૂરી અત્યંત બાહોશ ડોક્ટરોની વરતાતી અછત આ પગલાં સાથે દૂર થશે.

વધારાના પાલિકા કમિશનર (આરોગ્ય) સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે નાયરને તબક્કાવાર કોવિડ માટેની હોસ્પિટલમાં પરિવતત કરવામાં આવશે. પ્રથમ તબક્કામ  તમામ બિનકોવિડ દરદીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાશે અને તે બિલ્ડિંગમાં ૫૦ બેડના આઇસીયુ સાથે એક્સો બેડની સુવિધા તૈયાર કરાશે. સમય જતા નાયરમાં ૫૦૦ બેડનું આઇસીયુ તથા ૮૦૦ બેડનો આઇસોલેશન વોર્ડ ઉપલબ્ધ થશે. ૫૦ નવા વેન્ટિલેટર આવી ગયા છે. તથા વધુ ૮૦ માટે ઓર્ડર આપવામાં આવ્યો છે.

નાયરને કોરોના માટેની અલાયદી હોસ્પિટલમાં પરિવત કરવાનું પગલું પાલિકા કોરોના સામેના લાંબા સમયના જંગ માટે તૈયાર કરતી હોવાનો સંકેત આપે છે તેમ નિષ્ણાતોએ કહ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34OILsn
via Latest Gujarati News

Post a Comment

0 Comments