
મુંબઈ, તા.21 એપ્રિલ, 2020, મંગળવાર
કોરોના વાયરસને પગલે દેશભરમાં લાગૂ કરાયેલા લોકડાઉનને પગલે ઘણા લોકોને ખાવાપીવા માટેના પણ ફાંફા પડી રહ્યા છેથી કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાના અંતર્ગત આવતા કેસરી રેશનકાર્ડ ધારકોને પ્રતિવ્યક્તિ પાંચ કિલો ચોખા વિનામૂલ્યે આપવાની ઘોષણા કરી છે. રાજ્ય સરકારે કેસરી રેશનકાર્ડ ધરાવતા લોકોને આઠ રૃપિયા કિલો ઘઉં અને ૧૨ રૃપિયા કિલો ચોખા આપવાનો નિર્ણય લીધો હતો. એક મેથી આ પ્રકારે ધાન્ય વિતરણ કરવાની યોજના હતી. પરંતુ નાગરિકોને તેની આવશ્યકતા હોવાથી યુધ્ધના ધોરણે આ કાર્ય મુદતથી પહેલા જ પૂર્ણ કરી દેવાયું છે અને શુક્રવારથી આ ધાન્યનું વિતરણ શરૃ કરી દેવાશે એવી માહિતી મુંબઈ થાણે વિભાગના રેશન નિયંત્રક તેમજ અન્ન નાગરી પુરવઠા સેવાઓ આપી હતી.
પહેલી મેની જગ્યાએ ૨૪મી એપ્રિલથી જ આ વિતરણ શરૃ કરી દેવાશે તેમજ આ દરમ્યાન કોઈ પણ રેશનિંગ દુકાન માલિક ગેરવ્યવહાર કરતા ઝડપાશે તો તેમના વિરુધ્ધ કાર્યવાહી પણ કરાશે. અત્યાર સુધીમાં આવા સાત દુકાનદારો વિરુધ્ધ કાર્યવાહી કરી દેવાઈ છે.
સોશિયલ ડિસ્ટિસિંગનું પાલન થાય તે માટે દુકાનનો સમય પણ વધારી દેવાયો છે. સવારે ૮થી સાંજે આઠ વાગ્યા દરમ્યાન દરરોજ ૬૦ લોકોને અન્નનો પૂરવઠો પૂરો પાડવાના આદેશ દુકાનદારોને અપાયા છે તે મુજબ ટોકન આપી ગ્રાહકોને બોલાવવામાં આવશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Kqs25A
via Latest Gujarati News
0 Comments