
મુંબઈ,તા.21, એપ્રિલ, 2020, મંગળવાર
મુંબઈ શહેરમાં 50,000 થી વધુ કાળી-પીળી, બે લાખથી વધુ રિક્ષા અને ૮૦,૦૦૦ જેટલી કેબ દોડે છે. અર્થાત્ મુંબઈ શહેરમાં આ વાહનોના આશરે ત્રણ લાખથી વધુ ડ્રાઈવરો છે, જેમાંના અધિકાંશ પરપ્રાંતીય છે તો કેટલાંક મહારાષ્ટ્રના ગામડામાંથી આવી શહેરમાં સ્થિર થયા છે. પરંતુ લોકડાઉનને અત્યાવશ્યક સેવાઓ સિવાયના તમામ વાહનો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હોવાને કારણે અનેક વાહનચાલકો કે જેમની રોજીરોટી જ ડ્રાઈવિંગ પર નભે છે, તેવા અનેક લોકો ઘર કઈ રીતે ચાલશે? એ બાબતે મૂંઝવણમાં મૂકાયા છે.
આ સંદર્ભે અમુક વાહનચાલકો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, અમે બહાર ગામથી અહીં આવીએ છીએ. અમને અહીં ડ્રાઈવિંગ દ્વારા ઘર ચાલે તેટલી કમાણી મળી રહે છે. ઉપરાંત અમે તેમાંથી બચતી રકમ દેશમાં ઘરે મોકલીએ છીએ તો અહીં બાળકોને ભણાવીએ પણ છીએ. પરંતુ અત્યારે લોકડાઉનને કારણે અમે અમારા વાહનો રસ્તા પર ઊતારી શકતાં નથી જેને કારણે અમારી આવક બંધ થઈ ગઈ હોવાથી અમે ચિંતામાં મૂકાઈ ગયા છીએ.
ત્રીજી મે સુધીનો લોકડાઉનનો સમય જોતાં આ ૪૫ દિવસ વાહનચાલકોએ ઘરે બેસવાનો વારો આવ્યો છે. ત્યારે કેટલાંકની ઘરની લોન ચાલી રહી છે, તો કેટલાંક ભાડા પર વાહન ચલાવી રહ્યાં છે, કેટલાંકને મોટી દવાઓ પણ ચાલી રહી છે, ત્યારે તેઓ આ ખર્ચ ક્યાંથી કાઢી શકશે? એ તાણ તેમને સતાવી રહી છે. ઉપરાંત આટલા લાંબા સમય માટે વાહન બંધ હોવાથી લોકડાઉન ખુલ્યા બાદ સૌપ્રથમ વાહનની સવસ કરવી પડશે અને તેમાં પેટ્રોલ-ડિઝલ પણ પૂરાવવા પડશે, તે માટે પણ તેમને આથક મદદની જરૃર પડશે. આથી તેમને પણ સરકાર પાસેથી કંઈક મદદ મળવી તેવી ચાલક યુનિયનોની માગ ઉઠી રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VPjUka
via Latest Gujarati News
0 Comments