
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 19 એપ્રિલ 2020, રવિવાર
લોકડાઉન દરમિયાન મહાનાયક અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો એક એનિમેટેડ ફોટો શેર કર્યો છે. આ સાથે તેમણે આ દિવસો દરમિયાન ફોન પર કઇ વાત ન કહી શકાય તે પણ જણાવ્યું છે. આ સાથે જ એક અન્ય પોસ્ટમાં તેમણે ફિલ્મ સત્તે પે સત્તાના એક ગીતના શૂટિંગ દરમિયાન લેવામાં આવેલો થ્રોબેક ફોટો પણ શેર કર્યો છે.
અમિતાભ પોતાના ઇમોજીમાં આંખમ ારતા અને જીભડો કાઢતા જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે લખ્યું છે કે, અચ્છા, એક વાત તો પાકી છે કે, હાલના દિવસોમાં...જ્યારે ફોન આવે તો, સાહેબ ઘરે નથી તેવો ઉત્તર ઓપરેટર અથવા સ્ટાફ આપી શકતો નથી. તેમની આ પોસ્ટ પર તેમની પુત્રી શ્વેતાએ હાહાહા કહ્યું હતું જ્યારે અભિનેતા પોહિત રોયે ટૂ કલ અમિત જી. જેવી કમેન્ટ કરી હતી.
એક અન્ય પોસ્ટમાં તેમણે પોતાની જુની તસવીર શેર કરીને લખ્યું હતું કે, વો ભી ક્યા દિન છે... ફિલ્મ સત્તે પે સત્તા, ગાના દિલબર મેરે... હેમાજીકે સાથે... ગુલમર્ગ, કાશ્મીરમાં...જીવવના એ જ ખરા દિવસો હતા...
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XLfuxr
via Latest Gujarati News
0 Comments