
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 19 એપ્રિલ 2020, રવિવાર
ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે કોરોનાના મહામારીના જંગ સામે લડવા માટે સાત સંસ્થાઓને દાન કર્યાની ઘોષણા કરી છે. તેણે ધર્મા પરિવાર સાથે જરૂરિયાતોની મદદ કરી છે. તેણે પીએમ કેયર્સ ફંડ, ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ, એનજીઓ ગૂંજ, જોમેટો ફિડિંગ ઇન્ડિયા, ગિવ ઇન્ડિયા ફંડરાઇઝર, ધ આર્ટ ઓફ લિવિંગ અને ઇન્ટરનેશનલ એસોસિયેશન ફોર હ્યુમન વેલ્યુઝ જેવી સાત જગ્યાઓને મદદ કરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાની સાથે નિવેદન પણ કર્યું છે.
કરણે સોશિયલમીડિયાના પોતાના અકાઉન્ટ પરથી ઘોષણા કરી છે કે, તેનો પૂરો ધર્મા પ્રોડકશન્સ કોરોના સંકટની મુશ્કેલીમાં વિવિધ સંસ્થાઓને ડોનેશન આપી રહી છે. તેણે વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, આપણે બધા સાથે જ છીએ...અને આપણે સાથે થઇને આ જંગનો સામનો કરવાની જરૂર છે. આ અમારું દાયિત્વ છે કે આવા મુશ્કેલીભર્યા સમયમાં સાથે હળીમળીને મદદ કરીએ.
બોલીવૂડના ઘણા કલાકારો પોતપોતાની રીતે મદદ કરી રહ્યા છે. જેમાં હવે કરણજોહરનું નામ પણ સામેલ થઇ ગયું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ctdOgb
via Latest Gujarati News
0 Comments