
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 19 એપ્રિલ 2020, રવિવાર
આશા ભોસલેએ પોતાના જીવન દરમિયાન ટીબી, કોલેરા, પ્લેગ, સાર્સ, મર્સ જેવી ઘણી મહામારીઓ જોઇછે. હાલની વર્તમાન પરિસ્થિતિએ તેને આ કડવી યાદ તાજી થઇ છે.
કોવિડ ૧૯નો સામનો કરતા કરતા લોકો ડિપ્રેશનમાં ન સરી જાય તેથી આશાએ લોકોને હિંમત બંધાવી છે. તેમણે કહ્ય્ં હતું કે, મનોરંજન જગત આ મુશ્કેલીમાંથી ચોક્ક સ ફરી ધમધમતું થઇ જશે. પરંતુ આ પહેલા લોકોએ સામાજિક અંતર જાળવવું મહત્વનું છે. તેમજ સરકારના દિશાનિર્દેશકોનું સખત રીતે પાલન કરવું.
આશાએ મીડિયા એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, દરેક ઉદ્યોગ પર આ મહામારીની અવળી અસર થવાની છે. પરંતુ મને લાગે છે કે મનોરંજન જગત ફરી મજબૂતીથી કાર્યરત થઇ જશે. આપણને દરેકને મનોરંજન પ્રિય છે અને આટલા લાબા સંય સુધી ઘરમાં રહ્યા પછી લોકો સિનેમા જોવાની તેમજ સંગીત કાર્યક્રમોમાં જવાની ઇચ્છા જરૂર કરશે. આખરે આપણે સામાજિક પ્રાણી છીએ.
કોરોનાના કુપ્રભાવના કારણે દુનિયાભરમં ફિલ્મ રિલીઝ, સંગીત કાર્યક્રમો, કન્સર્ટ બંધ થઇ ગયા છે.
૮૬ વરસના પીઢ ગાયિકાએ જણાવ્યું હતું કે, મારા ૮૬ વરસના જીવનકાળ દરમિયાન મેં વિવિધ મહામારીઓ જાઇ છે. એ સમયે તો આટલી આધુનિક તબીબી સગવડો પણ હતી નહીં. આપણે ઘરગત્થુ ઉપચાર પર જ નિર્ભર હતા. પ્લેગ જેવી બીમારીનો ભોગ બનીને આખા ગામનો અંત આવી જતો જોયો છે. મને યાદ છે કે, અમે અમારા માતા-પિતાને તેઓ રહેા ત્યાંથી બહાર કાઢીને સુરક્ષિતજગ્યાઓ પર લઇ ગયા હતા. ત્યારે પણ સામાજિક અંતર રાખવામાં આવતું હતું.
જોકે એ સમયે લોકડાઉન અને સામાજિક અંતર જેવા શબ્દોનો ઉપયોગ થતો નહોતો. પરંતુ લોકોનો આ જ આધાર પર બચાવ થતો હતો. મેં બીજા વિશ્વયુદ્ધનો સમય પણ જોયો છે. રેશનિંગ હોવાથી ખાવા-પીવાની પણ તકલીફ પડતી હતી.
જોકે આશાજી આ પરિસ્થિતિમાં સામાન્ ય રહેવા માટે ગરમ પાણીના કોગળા કરે છે તેમજ માનસિક સંતુલન જાળવવા યોગ અને ધ્યાન કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34ONRov
via Latest Gujarati News
0 Comments