
મુંબઈ, તા. 1 મે 2020, શુક્રવાર
કોવિડ-૧૯ને કારણે પડકારરૂપ બની રહેલા વર્તમાન નાણાં વર્ષમાં દેશની કંપનીઓની આવક તથા નફામાં નોંધપાત્ર ઘટાડો થવાની શકયતા જોવાઈ રહી છે. રેટિંગ એજન્સી ક્રિસિલના મત પ્રમાણે કંપનીઓની આવકમાં ૧૦ ટકા જ્યારે નફામાં ૧૫ ટકા ઘટાડો થવાની વકી છે.
આ સમશ્યાને કારણે કંપનીઓના કેશ ફલોસ પર અસર પડતા તેમની માટે લોન્સના હપ્તા ભરવાનું પણ મુશકેલ બની રહેશે જે બેન્કોની નોન-પરફોમગ એસેટસ (એનપીએ)માં વધારો કરાવશે. લોન્સના રિપેમેન્ટ ખોરવાઈ જવાને કારણે એનપીએમાં બે ટકા વધારો થવા ધારણાં છે.
બેન્કોની એનપીએમાં બે ટકાનો વધારો થવાનું આને કારણે જોખમ ઊભું થયું છે એમ રિપોર્ટમાં જણાવાયું છે. કંપનીઓની નબળી સ્થિતિને કારણે ધિરાણ વૃદ્ધિ પણ બે ટકા નીચી રહેવા વકી છે.
દેશમાં લાગુ કરાયેલ લોકડાઉન તબક્કાવાર ઉઠાવી લેવાનો વ્યૂહ છે ત્યારે વર્તમાન નાણાં વર્ષ માટે દેશનો આથક વિકાસ દર ઘટીને હાલના સંજોગોમાં ૧.૮૦ ટકા રહેવા ધારણાં છે પરંતુ લોકડાઉન લંબાવાશે તો,. વિકાસ દર શૂન્ય અથવા નેગેટિવ પણ રહી શકે છે.
આ કટોકટીને કારણે જીડીપીમાં ચાર ટકા સુધીનું નુકસાન થઈ ચૂકયું છે. હાલની કટોકટીને પહોંચી વળવા અત્યારસુધી જાહેર કરાયેલ રૂપિયા ૧.૭૦ ટ્રિલિયનની રાહત અપૂરતી છે. દેશના ઉદ્યોગોની સ્થિતિને લથડતા અટકાવવા સ્ટીમ્યુલ્સ વધારીને હાલના સ્તરેથી બમણાં કરાશે તેવી ધારણાં રખાઈ રહી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yWMuIF
via Latest Gujarati News
0 Comments