લક્સ ઈન્ડ.ના પ્રમોટરો સાથે સંકળાયેલા ચાર ફેમિલી ટ્રસ્ટોને ઓપન ઓફરની કરવાથી મુક્તિ આપતું સેબી


મુંબઈ તા.1 મે 2020, શુક્રવાર

લક્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટરો સાથે સંકળાયેલા ચાર ફેમિલી ટ્રસ્ટોને તેમના કંપનીમાં સૂચીત શેરો હસ્તગત કરવાના પગલે કંપનીના અન્ય શેરધારકોને ઓપન ઓફર કરવાની જવાબદારીમાંથી મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ મુક્તિ આપી છે. 

લક્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૂચીત શેરો હસ્તગત કરવા અને વોટીંગ હકોના મામલામાં સબસ્ટેન્શિયલ એક્વિઝિશન ઓફ શેર્સ એન્ડ ટેઈકઓવર્સ) રેગ્યુલેશન્સમાંથી મુક્તિ આપવા માટે ચાર ટ્રસ્ટો અશોક ટોડી ફેમિલી ટ્રસ્ટ, અશોક બિમલા ટોડી ફેમિલી ટ્રસ્ટ, પ્રદિપ ટોડી ફેમિલી ટ્રસ્ટ અને પ્રદિત શોભા ટોડી ફેમિલી ટ્રસ્ટ દ્વારા કરાયેલી અરજીને લઈ આ આદેશ અપાયો હતો. લક્સ ઈન્ડસ્ટ્રીઝ અશોક ટોડી, તેમના પત્ની બિમલા દેવી ટોડી અને તેમના બાળકો તથા પ્રદિત ટોડી અને તેમના પત્ની શોભા ટોડી અને તેમના બે પુત્રો તેમ જ પ્રભા ટોડી અને તમના બે બાળકો અંકુશિત છે અને એમનું મળીને કુલ ૭૩.૭૧ ટકા કંપનીમાં હોલ્ડિંગ છે. 

કંપનીમાં અશોક કુમાર ટોડી હસ્તક ૩૭,૦૦,૦૦૦ શેરો, બિમલા ટોડી હસ્તક ૩૫,૦૫,૦૦૦ શેરો, પ્રદિપ કુમાર ટોડી પાસે ૪૪,૮૨,૫૦૦ શેરો અને શોભા ટોડી પાસે ૨૭,૫૨,૫૦૦ શેરો છે. સૂચિત એક્ઝિવિઝશનમાં ચાર ટ્રસ્ટોને કંપનીના ઈક્વિટી શેરોના સેટલમેન્ટ અથવા હિસ્સાનો સમાવેશ છે. ત્યારબાદ ટ્રસ્ટીઓ પાસે હસ્તગત કરનારા સંબંધિત ટ્રસ્ટો વત્તી કંપનીમાં ૪૭.૫૨ ટકા હોલ્ડિંગ રહેશે. સૂચિત એક્વિઝિશનથી ટેઈકઓવર ધારાધોરણોની જોગવાઈઓ લાગુ થાય છે. જો કે નિયામક તંત્ર સેબીએ આ સૂચિત એક્વિઝિશન માત્ર શેરો પ્રમોટરો અને પ્રમોટર ગુ્રપમાં જ ટ્રાન્સફર થઈ રહ્યા હોઈ સૂચિત આ શેરો હસ્તગત કરનારાઓને નિયમનોમાંથી મુક્તિ આપી છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fh8izB
via Latest Gujarati News

Post a Comment

0 Comments