એમસીએક્સ વિરૂધ્ધની બ્રોકરોની અરજ પર વચગાળાની રાહત આપવા મુંબઈ હાઈકોર્ટનો ઈન્કાર


મુંબઈ તા.1 મે 2020, શુક્રવાર

ક્રુડ ઓઈલ કોન્ટ્રેકટસના નેગેટીવ ભાવે સેટલમેન્ટ મામલે બ્રોકરો દ્વારા મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ(એમસીએક્સ) વિરૂધ્ધ કરાયેલી અરજ પર વચગાળાની રાહત આપવાનો મુંબઈ હાઈકોર્ટે ઈન્કાર કરી દીધો છે. બ્રોકિંગ હાઉસો મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને પીસીએસ સિક્યુરિટીઝ દ્વારા એક્સચેન્જ અને તેના ક્લિયરીંગ કોર્પોરેશન એમસીએક્સસીસીએલ તેમ જ મૂડી બજાર નિયામક તંત્ર સેબી સામે કરાયેલી પીટિશન પર સુનાવણી હવે જૂનના પ્રથમ સપ્તાહ પર મોકૂફ રાખવામાં આવી છે.

લોંગ પોઝિશન ધરાવનારા બ્રોકરો-પીટીશનરો દ્વારા શોર્ટ સાઈડ-પોઝિશન ધરાવતા બ્રોકરોના પે-આઉટને અટકાવવું જોઈએ એવી દલીલ કરાઈ હોવાનું એમસીએક્સસીસીએલ માટેના સીનિયર કાઉન્સેલે જણાવ્યું હતું. વૈકલ્પિક રીતે તેમણે ગ્રાહકો-કાઉન્ટરપાર્ટીઓને બ્રોકરો પાસેથી પે-આઉટ અટકાવવાની માંગ કરી છે. આ સાથે તેઓએ કાઉન્ટરપાર્ટીઓના નામો પણ માગ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. આ મામલે કોઈ વચગાળાની મનાઈ નહીં કરીને જૂનના પ્રથમ સપ્તાહ સુધી સુનાવણી મોકુફ રાખવામાં આવી છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35v5NoM
via Latest Gujarati News

Post a Comment

0 Comments