
મુંબઇ, તા.8 મે, 2020, શુક્રવાર
મુંબઇ મહાનગર પાલિકા કોવિડ પોઝિટિવ સગર્ભા મહિલાઓ માટે આગામી થોડાક દિવસોમાં જ વધુ ૨૦૦ હોસ્પિટલ બેડ (બિછાના)ની વ્યવસ્થા કરશે. મુંબઇ સેન્ટ્રલ નજીકની પાલિકા સંચાલિત નાયર હોસ્પિટલ ઉપરાંત અન્ય ત્રણ સાર્વજનિક હોસ્પિટલો આ વધારાના બેડની વ્યવસ્થા કરશે.
કોવિડના પોઝિટીવ કેસો પૈકી ત્રણ પ્રકારના દરદીઓને ગયા સપ્તાહ સુધી બેડ મેળવવાવામાં હાડમારી થયાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. આમાનાં એક પ્રકારના દરદી તે ગર્ભવતી મહિલાઓ ગુરુવારે મેટનટિ કેર ક્ષેત્રની જરૃરીયાતો વિશે વિચારણા કરી હતી એમ કોવિડ કેર મેનેજમેન્ટ માટે રાજ્ય સરકારમાંથી પાલિકામા ફરજ પર મૂકાયેલા મુખ્ય સચિવ મનિષા મ્હૈસ્કરે જણાવ્યું હતું. કોવિડના આ ત્રણ પ્રકારના દરદીઓ ઉપરાંત આઇસીયુની કાળજી તથા ડાયાલિસિસની જરૃરવાળા દરદીઓનો સમાવેશ થાય છે.
નાયર હોસ્પિટલમાં ગયા સપ્તાહ સુધી ગર્ભવતી મહિલાઓ માટે ૬૦ બેડ હતા પરંતુ હવે ૧૧૦ બેડ રખાશે. મહૈસ્કરે વધુમાં કહ્યું હતું કે નાયરમાં માત્ર પ્રસૂતિકાળ નજીક હોય કે અન્ય સમસ્યા હોય તેવી જ મહિલાઓની સારવાર કરવામાં આવશે.
કોવિડ ગ્રસ્ત પ્રારંભિક ગર્ભાવસ્થાવાળી મહિલાઓ માટે પાલિકાએ વાડિયા હોસ્પિટલ, પરેલ તથા અંધેરી અને જીટીબી નગર નજીક રાવલી કેમ્પ ખાતેનાં તેના પોતાના પ્રસૂતિગૃહોમાં બેડ ઓળખી કાઢયા છે. મહૈસ્કરે કહ્યું હતું કે ચોતા કે છઠ્ઠા મ્સની ગર્ભાવસ્થા ધરાવતી કોવિડપીડિત મહિલાઓ પૈકી હોમ ક્વોરન્ટીન શક્ય ન હોય તેમને આ ત્રણ હોસ્પિટલમાં મોકલવામા આવશે.
વાડિયા હોસ્પિટલમાં ૩૦ બેડની વ્યવસ્થા થશે જે વધારીને ૫૦ બેડની કરી શકાશે. અંધેરી સ્થિત સૂર્યા મેટનટિ હોમમાં ૨૦ તથા રાવલી કેમ્પ પ્રસૂતિગૃહમાં ૫૦થી ૭૦ બેડ ઉપલબ્ધ થશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35PPzqj
via Latest Gujarati News
0 Comments