
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા. 8 મે, 2020, શુક્રવાર
ચોમાસુ શરૃ થવાને આ ડે એક મહિનો બાકી છે. ત્યારે બીજી તરફ મુંબઈમાં વકરેલા રોગચાળાને નાથવા મુંબઈ મહાનગરપાલિકા તમામ પ્રયાસ કરી રહી છે. જો કે ચોમાસા ની પૂર્વ તૈયારી તરીકે નાલા સફાઈ અને રસ્તાનો સમારકામ પણ હાથ ધરાયું છે.છતાં પણ દર વર્ષની માફક પાલિકા ચોમાસા પૂર્વે ની તૈયારીઓ યોગ્ય રીતે કરી શકે એવું દેખાતું નથી.
પાલિકા કોરોના ચેપના વધતા જતા કેસોથી સર્જાયેલી પરિસ્થિતિમાંથી કોઈ રસ્તો શોધવામાં રોકાયેલા છે. જોકે વરસાદ અનિયમિત છે, પરંતુ દરિયામાં મોટી ભરતી આધારેમુશળધાર રસાદના સંભવિત જોખમોથી વાકેફ થવું શક્ય છે. ભરતીના દિવસે જોરદાર વરસાદ પડે તો મુંબઇ વિસ્તારમાં પાણી ભરાઇ શકે છે અને જનજીવન ખોરવાઈ શકે છે.
આગામી ચોમાસાની સીઝન માટે ભરતીના દિવસો, સમય અને ભરતીમાં મોજા કેટલા મીટર ઊંચા ઉછલસે
એનીઆ માહિતી આપત્તિ વ્યવસ્થાપન સિસ્ટમો માટે ખૂબ ઉપયોગી છે. તેનો ઉપયોગ સામાન્ય લોકો પણ કરે છે. આ વર્ષે, સમુદ્રમાં જુન અને ઓગસ્ટમાં ૨૦દિવસ દરિયામાં મોટી ભરતી છે. આ દરમિયાન મોજાઓ ૪.૫ મીટર કરતાં ઊંચા ઉછળશે.આં આ ભરતી ના સમય દરમિયાન લોકોએ દરિયાકિનારે જવું નહીં પાલિકા દ્વારા કહેવામાં આવ્યું.
૧) ગુરુવાર ૪ જૂન સવારે૧૦-૫૭ વાગે ભરતી દરમિયાન ૪.૫૬ મીટર ઊંચો ઉછળશે.
૨) શુક્રવાર ૫ જૂન સવારે૧૧-૪૫ વાગે ભરતીદરમિયાન ૪.૭૫ મી. ઊંચા ઉછળશે.
૩) શનિવારે ૬ જૂને બપોરે ૧૨-૩૩ વાગે ભરતી દરમિયાન મોજા ૪.૮૨ મી. ઊંચા ઉછળશે.
૪) રવિવાર ૭ જૂને બપોરે ૧-૧૯ વાગી ભરતી ભરતી દરમિયાન મોજા ૪.૭૮ મી. ઊંચા ઉછળશે
૫) સોમવાર ૮ મી જૂને બપોરે ૨-૦૪ કલાકે ભરતીદરમિયાન મોજા ૪.૬૭ મી. ઊંચો ઉછળશે
૬) મંગળવાર ૯ જૂને બપોરે બીપી ૨-૪૮વાગે ભરતી દરમિયાન મોજાબ ૪.૫૦ મી. ઊંચા ઉછળશે
૭) મંગળવાર ૨૩ મી જૂને બપોરે૧-૪૩ વાગે ભરતી દરમિયાન મોજા ૪.૫૨ મી. ઊંચા ઉછળશે.
૮) બુધવાર ૨૪ મી જૂન બપોરે ૨-૨૫ કલાકે ભરતીદરમિયાન મોજા ૪.૫૧ મી. ઊંચા ઉછળશે
૯) શનિવાર ૪ જુલાઈ સવારે૧૧-૩૮ વાગે ભરતી દરિયાનાં મોજા ૪.૫૭ મી. ઊંચા ઉછળશે.
૧૦) રવિવાર ૫ જુલાઈ બપોરે ૧૨-૨૩ વાગ્યે ભરતી દરમિયાન મોજા ૪.૬૩ મીટર ઊંચા ઉછળશે
૧૧) સોમવાર ૬ જુલાઈ બપોરે ૧-૦૬ વાગે ભરતી દરમિયાન મોજાજળ ૪.૬૨ મી. ઉછળશે
૧૨) મંગળવાર તા .૭ જુલાઇ બપોરે ૧-૪૬ વાગ્યે ભરતીદરમિયાન મોજા૪.૫૪ મી. ઊંચા ઉછળસે.
૧૩) મંગળવાર ૨૧ મી જુલાઈએ બપોરે ૧૨-૪૩ વાગ્યે ભરતી દરમિયાન મોજા ૪.૫૪ મી. ઉછળશે
૧૪) બુધવાર ૨૨ મી જુલાઈ બપોરે ૧.૨૨ વાગે ભરતી દરમિયાન મોજા ૪.૬૩ મીટર ઉછળશે
૧૫) ગુરુવાર ૨૩ મી જુલાઈ બપોરે ૨-૦૩ વાગે ભરતી દરમિયાન મોજા ૪.૬૬ મી ઉછળશે
૧૬) શુક્રવાર ૨૪ મી જુલાઈ બપોરે ૨-૪૫ કલાકે ભરતી દરમિયાન મોજા૪.૬૧ મી ઉછળશે
૧૭) બુધવાર ૧૯ ઓગસ્ટ બપોરે ૧૨-૧૭ વાગ્યે ભરતી દરમિયાન મોજા ૪.૬૧ મી.ઉછળશે
૧૮) ગુરુવાર ૨૦ ઓગસ્ટ બપોરે ૧૨-૫૫ કલાકે ભરતી દરમિયાન મોજા ૪.૭૩ મીટર ઉછળશે
૧૯) શુક્રવાર ૨૧ ઓગસ્ટ બપોરે ૧-૩૩ વાગે ભરતી દરમિયાન મોજા ૪.૭૫ મીટર ઉછળશે.
૨૦) શનિવાર ૨૨ ઓગસ્ટ ૨-૧૪ બપોરે ભરતી દરમિયાન મોજા ૪.૬૭ મી ઉછળશે
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zjxB3t
via Latest Gujarati News
0 Comments